ઘરકંકાસ:અમદાવાદમાં પતિએ મારમારતા પત્ની પિયરમાં ગઈ તો પતિએ ત્રણ વખત તલાક બોલીને છુટા છેડા આપ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના 2012માં આસિફખાન પઠાણ સાથે લગ્ન થયા હતા

શહેરમાં એક મહિલાને તેના પતિએ ત્રણ વખત તલાક તલાક તલાક બોલીને છૂટાછેડા આપી દીધા છે. લગ્ન બાદ પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.થોડા દિવસ અગાઉ જ મહિલાને પતિએ મારમારતા મહિલા પતિના ઘરેથી પિયર આવી હતી જે બાદ પતિએ મહિલાના પિયરમાં આવીને ત્રિપલ તલાક આપ્યા હતા, જેથી મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

પતિ ગાળો આપીને માર મારતો
ફતેવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ પતિ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મહિલાના 2012માં આસિફખાન પઠાણ સાથે લગ્ન થયા હતા. લગ્નના સાત વર્ષ બાદ પતિએ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાનો પતિ મહિલાને ગાળો આપીને મારમારતો હતો. જેને લઈને મહિલા પોતાના પિયરમાં જતી રહેતી જે બાદ પરત આવી જતી હતી.દોઢ મહિના અગાઉ ફરીથી મહિલાના પતિએ મહિલાને ગાળો આપીને મારમારતા મહિલા દોઢ મહિનાથી પિયરમાં રહેતી હતી. ત્યારે 20 મેના રોજ મહિલાનો પતિ તેના પિયરમાં આવ્યો હતી અને ત્રણ વખત તલાક તલાક તલાક બોલીને છૂટાછેડા આપ્યા હતા અને મહિલાને કહ્યું હતું કે, મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી.આ મામલે મહિલાને પતિ સામે માનસિક શારીરિક ત્રાસ આપવાની તથા ત્રિપલ તલાક મામલે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...