દહેજ માટે દબાણ:​​​​​​​અમદાવાદમાં 'તારી સોતન સાથે વાત કરું છું' કહીને પતિ માર મારતો, વાસણ ઘસવા બેસે ત્યારે સાસુ કમરમાં લાતો મારતી, અંતે પરિણીતા પોલીસ સ્ટેશન પહોંચી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ પતિ, સાસુ સસરા અને મામા સસરા સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી મહિલાને પતિ તેમજ સાસરિયાઓ દહેજની માંગણી કરી મહિલાને ત્રાસ આપતા હતાં. મહિલાનો પતિ કોઈ સાથે ફોન પર વાત કરે તો તેનો પતિ તારી સોતન સાથે વાત કરું છું કહીને માર મારતો હતો. પતિના સસરાએ લાવેલું એસી જોઈને જમાઈની આંખો અંજાઈ જતી અને બાદમાં પત્નીને એસી લાવી આપવા પિતાને કહેવાનું કહી ત્રાસ આપતો હતો. મહિલાએ પતિ, સાસુ સસરા અને મામા સસરા સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નના એક વર્ષ સુધી સાસરિયાઓએ સારી રીતે રાખી હતી
જુહાપુરામાં રહેતી 23 વર્ષીય પરિણીતાના વર્ષ 2017માં ચિલોડામાં રહેતા યુવક સાથે મહિલાના લગ્ન થયા હતાં. લગ્નના એક વર્ષ સુધી આ સાસરિયાઓએ સારી રીતે રાખી હતી પણ બાદમાં તેને માર મારવાથી માંડી અન્ય પ્રકારનો ત્રાસ આ સાસરિયાઓએ આપવાનું શરૂ કર્યું હતું. યુવતી વાસણ ઘસવા બેસે તો સાસુ કમરમાં તેને લાતો મારતી હતી. પતિ પણ આ યુવતીને અમે તને કામવાળી તરીકે લાવ્યા છે કહીને અમે કહીએ એમ જ રહેવાનું કહીને ત્રાસ આપતો હતો. યુવતીએ કંટાળીને મામા સસરાને આ વાતની જાણ કરતા તેઓએ પણ યુવતીના સાસરિયાઓનો પક્ષ લઈ યુવતીને ત્રાસ આપ્યો હતો.

પતિએ સસરા પાસે રૂ.10 લાખ માંગ્યા હતા
પતિ સાસરે જાય ત્યારે સસરાએ તેમના મકાનમાં ફિટ કરાવેલું એસી જોઈ અંદર અંદર લાલચુ બની જતો હતો. બાદમાં પત્નીને તેના પિતા પાસે એસી માંગવાનું કહેતો અને પત્નીએ ના પાડી તો તેને કમરમાં લાત મારી માર માર્યો હતો. સાસુને આ વાત કરતા યુવતીને નાટક કરતી હોવાનું કહી અપમાનિત કરી હતી. દહેગામમાં મકાન લેવાનું હોવાથી મહિલાના પતિએ સસરા પાસે રૂ.10 લાખ માંગ્યા હતા. અને પત્નીને દહેજ નથી લાવી એટલે 10 લાખ દહેજ પેટે ગણી લેવાનું કહી ધમકાવતો હતો. એક દિવસ મહિલા પિયરમાં હતી ત્યારે તેનો પતિ ત્યાં આવ્યો અને દીકરો રમાડવા માટે લઈ જવાનું કહી લઈ ગયો હતો. પુત્રને લઈ ગયા બાદ પરત ન આપતા મહિલાએ ચાર લોકો સામે મહિલા વેસ્ટ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...