અમદાવાદમાં પરિણીતા પર ત્રાસ:પતિના જેઠાણી અને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ અને દહેજની લાલચે સાસુએ સળગાવવાનો પ્રયાસ કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત ત્રાસથી કંટાળી મહિલાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં મહિલાએ લગ્ન કર્યા બાદ પતિ તથા સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. પતિને અન્ય સ્ત્રી તથા જેઠાણી સાથે અનૈતિક સબંધ હોવાની જાણ થતાં પણ પતિ પત્નીને ત્રાસ આપતો હતો. વારંવાર સાસરિયાઓ હેરાન પરેશાન કરતા મહિલાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

લોકડાઉનમાં ઘરમાંથી કાઢી મુકી હતી
ન્યુ રાણીપમાં રહેતી 32 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છેકે, લગ્નના 6 મહિના બાદથી પતિ અને સાસુ તથા જેઠ જેઠાણી દ્વારા દહેજ લાવવા માટે ત્રાસ આપવામાં આવતો હતો. પતિને દારૂ પીવાની ટેવ હોવાથી ઝગડા કરતો હતો.પતિના અન્ય સ્ત્રી તથા જેઠાણી સાથે અનૈતિક સબંધ હોવાની માહિલાને જાણ થઈ ત્યારે પતિને પૂછયું, પણ પતિએ કહ્યું કે 'હું બધું કરીશ તારે જે કરવું હોય એ કર'. મહિલાના જેઠ જેઠાણી પણ તેના પતિને ઉશ્કેરતા હતા.પતિને દેવું થઈ જતા મહિલાને ઘરેથી પૈસા લાવવાનું કહ્યું હતું. લોકડાઉનમાં પણ મહિલાને કહ્યું તારા પિતાના ઘરેથી પૈસા લઈ આય નહિ તો પછી ના આવતી કહીને કાઢી મૂકી હતી.જે બાદ પતિ તેને પરત લઈ ગયો હતો.

સાસરિયાઓ બાળકને જાનથી મારવાની ધમકી આપતા
મહિલાને બાળક આવતા પણ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. સાસુ પણ મહિલાને કહ્યું 'અમારું દેવું પૂરું કરવા પૈસા આપ' આટલું કહીને ગડદા પાટુનો માર મારીને મહિલાને ગેસ ચાલું કરી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાસુએ મહિલા અને તેના બાળકને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિએ પણ કહ્યું હતું કે, હું ઘરે આવું તે પહેલાં તું અને તારી મા ઘર છોડીને જતા રહેજો નહીં તો પતાવી દઈશ. જેથી કંટાળીને મહિલાએ પતિ, સાસુ, જેઠ તથા જેઠાણી વિરુદ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...