અમદાવાદ:બે દીકરીઓ છે દિકરો કેમ નથી કહીને પરિણીતાને પરેશાન કરતા સાસરિયા સામે ફરિયાદ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • દહેજ અને દિકરાની માંગણીથી કંટાળી પરિણીતાએ પોલીસની મદદ માંગી

આધુનિક યુગમાં પણ આજે દિકરા-દીકરી વચ્ચેનો ભેદ પરિવારમાં સામે આવે ત્યારે ભોગ બનનારને પોલીસ સ્ટેશનની મદદ લેવી પડે છે. ગોમતીપુરની એક પરિણીતાને તેના સાસરિયા બે દીકરી હોવાથી સતત દિકરા માટે મેણા-ટોણા મારતા હતા. જેથી આખરે પોતાની દીકરીઓ માટે એક માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પહેલી દીકરીના જન્મ બાદ સાસરિયાના વર્તનમાં બદલાવ આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, માનસી (નામ બદલ્યું છે) ના લગ્ન તેના સમાજના યુવક સાથે રીત રિવાજ પ્રમાણે થયા હતાં. લગ્ન બાદ શરૂઆતમાં બધું વ્યવસ્થિત ચાલતું હતું. આ દરમિયાન માનસીને એક દીકરીનો જન્મ આપ્યો અને સાસરિયાના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો હતો.

રોજના માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
થોડા સમય બાદ માનસી ફરી ગર્ભવતી થઈ અને તેને બીજી દીકરીનો જન્મ અપ્યો પણ હવે તેને તેના પતિ અને સાસરિયા સતત પરેશાન કરતા હતા. રોજ દિકરાને જન્મ કેમ ન આપ્યો અને દહેજ માટે સતત મેણા મારતા હતા. આખરે માનસીએ પોતાની દીકરી કોઈ ભાર નથી અને તેને મળતા રોજ રોજના માનસિક ત્રાસથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...