પારિવારિક સમસ્યા:તું લફરાવાળી અને બદચલન છે કહી સાસરિયાઓ પરિણીતાને હેરાન પરેશાન કરી, બાળકો આપવાની ના પાડતા આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના દસેક વર્ષ બાદ યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેની પતિ અને સાસરિયાઓને જાણ થઈ હતી

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરિયાઓ તું લફરાવાળી અને બદચલન છે કહી અને હેરાન પરેશાન કરતા હતા. લગ્નના દસેક વર્ષ બાદ તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પણ તેના પતિ અને સાસુને જાણ થતા તેણે માફી માંગી હતી. પણ બાદમાં આ વાતને લઈને સાસરિયાઓ ત્રાસ આપતા હતા. ઘરમાં ઝઘડો થતા તેને કાઢી મુકવાની વાત કરી બાળકો ન સોંપતા યુવતીએ રોડ પર ફેરિયાની લારીમાંથી બ્લીચિંગ લઈ પી લેતા તેને સારવાર અર્થે ખસેડી હતી. યુવક સાથે પ્રેમસંબંધ હતો તે પૈસા પણ માંગતો હતો જેથી સાસરિયાઓએ કાઢી મૂકી હોવાની વાત પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે. બાપુનગર પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પરિણીતાના અન્ય યુવકે સાથે પ્રેમની પતિને જાણ થઈ હતી
બાપુનગરમાં રહેતી 30 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને અગરબત્તીના કારખાનામાં નોકરી કરે છે. 15 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા જેનાથી સંતાનમાં તેને એક પુત્ર અને એક પુત્રી છે. પાંચેક વર્ષ પહેલા પરિણીતાને જીગ્નેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પતિ અને સાસુને થતા તેને આ બાબતે માફી માંગી હતી. બાદમાં પતિ પત્નીએ લખાણ કરી સમાજની રુહે તેને પરત તેના ઘરે પરત લાવ્યા હતા. બાદમાં તેની સાસુ સહિતના લોકો આ યુવતીને તું તો લફળાવાળી છે અને બદચલન હોવાનું કહી તેને ત્રાસ આપતા હતા. બાદમાં તેનો પતિ અવાર નવાર અલગ અલગ વાતોને લઈને તેને માર પણ મારતો હતો.

પરિણીતાને ઘરેથી કાઢી મુકવાની ધમકીઓ આપતા
પરિણીતાની દેરાણી તેને આબરૂ વગરની કહી તેને કાઢી મૂકી તેના પતિને બીજે પરણાવી દેવાનું કહી ત્રાસ ગુજરાતી હતી. યુવતી સાથે ઝઘડા કરી તેને કાઢી મુકવાની ધમકી પણ સાસરિયાઓએ આપી હતી.અને એક દિવસ તેની નણંદ આવી ગઈ હતી અને ઝઘડો કરતા તેને બાળકો આપવાની ના પાડી હતી. જેથી પરિણીતાને લાગી આવતા રોડ પર ફેરિયાની લારીમાંથી બ્લીચિંગ લઈ પી જતા તેને સારવાર અર્થે ખસેડી હતી. જીગ્નેશ સાથે પ્રેમસંબંધ હતો અને પૈસા માંગતો હોવાથી સાસરિયાઓએ કાઢી મૂકી હોવાનું અને જીગ્નેશ સામે કોઈ ફરિયાદ ન કરી માત્ર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...