આપઘાતનો પ્રયાસ:અમદાવાદમાં પ્રેમલગ્ન બાદ 'તું માતા-પિતા વગરની છે, તારી પાસેથી દહેજ જોઈએ કહીં' પતિ ત્રાસ આપતા પત્નીએ ફિનાઈલ પીધું

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પતિના રોજ બરોજના ત્રાસથી તંગ આવેલી પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
  • દાણીલીમડા પોલીસે પત્નીની ફરિયાદના આધારે પતિના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદના દાણીલીમડામાં રહેતી 24 વર્ષીય યુવતીને તેનો પતિ તું ગરીબ ઘરની માતા-પિતા વગરની છે તારી જોડે કોઈ દહેજની વસ્તુ નથી મારે તારાથી દહેજ જોઈએ છે તેમ કહીને અવાર નવાર મેણાટોણા મારતો હતો. જેથી પતિની આવી હરકતોથી તંગ આવેલી યુવતીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીના મિત્રને જાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે યુવતીની ફરિયાદના આધારે પતિના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

પહેલાં લગ્ન તોડી પ્રેમી સાથે લગ્ન કર્યા
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 24 વર્ષિય શબાનાબાનુ (નામ બદલ્યું છે)ને તેના જ વિસ્તારમાં રહેતા રમીઝ સાથે પ્રેમ સબંધ હતો. જેથી શબાનાબાનુએ પહેલાં લગ્ન કર્યા હતા તે તોડી રમીઝ સાથે બીજીવાર વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. શબાનાબાનુના માતા પિતા તેના જન્મના થોડા જ મહિનામાં ગુજરી ગયા હતા. જેથી તેને કંઇ પણ તકલીફ હોય તો તેના મિત્ર સમીરખાનને તે કહેતી હતી.

પતિ ખોટા વહેમ કરી પત્ની સાથે તકરાર કરતો
શબાનાએ બીજા લગ્ન કર્યાના થોડા જ દિવસોમાં પતિનો સ્વભાવ બદલાઇ ગયો હતો અને પછી તે અવાર નવાર ખોટા વહેમ કરી પત્ની સાથે તકરાર કરતો હતો. તે અવરા નવાર માનસિક ત્રાસ આપતો હતો. પરંતુ શબાનાને માતા-પિતા સહિત કોઇ સગા સબંધી ન હોવાથી તે તમામ ત્રાસ સહન કરતી હતી. જ્યારે તે સમાજીક પ્રસંગમાં સમીરખાનને મળતી હતી ત્યારે તે પતિના ત્રાસ અંગે વાત કરતી હતી. પરંતુ મિત્ર સમીરખાન શબાનાનો ઘર સંસાર ન બગડે તે માટે તેને સમજાવતો હતો અને સાસરીમાં રહેવા કહેતો હતો.

એકલતાનો લાભ લઈ આપઘાતનો પ્રયાસ કર્યો
શબાનાને પતિ અવાર નવાર મહેણાં ટોણાં મારી કહેતો હતો કે, તું ગરીબ ઘરની માતા-પિતા વગરની છે તારી જોડે કોઇ દહેજની વસ્તુ નથી મારે તારાથી દહેજ જોઇએ છે. આવું કહી પતિ અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો અને મહેણાં ટોણાં પણ મારતો હતો. આ દરમિયાન શબાના 12 ઓક્ટોબરના રોજ ઘરે એકલી હતી. ત્યારે પતિના ત્રાસથી કંટાળી તેણે એક ગ્લાસમાં કપડાં ધોવાનું ફિનાઇલ ભરી પી લીધુ હતું. જેથી તેને ઉલ્ટીઓ થતા તેણે તાત્કાલીક મિત્ર સમીરખાનને ફોન કર્યો હતો. જેથી સમીર તાત્કાલીક ઘરે પહોંચ્યો હતો અને એમ્બ્યુલન્સને જાણ કરી તેને તાત્કાલીક સારવાર માટે એલજી હોસ્પિટલ લઇ ગયો હતો. આ મામલે દાણીલીમડા પોલીસને જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં શબાનાએ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.