તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટીમાં BAના અંતિમ સેમેસ્ટરના પ્રાયોગિક પરીક્ષાના માર્કસ જર્નલ વાયવાના આધારે તૈયાર કરાશે

પરીક્ષાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી
  • ગુજરાત યુનિવર્સિટીની બીએ, બીકોમ, બીબીએ, બીએસસી, બીએડ સેમેસ્ટર- 1ની ઓફલાઈન પરીક્ષા 6 જુલાઇથી યોજાશે

ગુજરાત યુનિવર્સિટી માં હવે ઓનલાઇન પરીક્ષા સાથે ઓફલાઈન પરીક્ષા પણ યોજાશે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BA સેમ - 6માં લેવાનાર મનોવિજ્ઞાન મુખ્ય વિષયની પરીક્ષા પ્રાયોગિક પરીક્ષા અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ બનાવેલી જર્નલ અને ઓફલાઈન તથા ઓનલાઇન વાયવાને આધારે રિઝલ્ટ તૈયાર કરી માર્કશીટ ગુજરાત યુનિવર્સિટીના મોકલવાની રહેશે. 7 જુલાઈ સુધીમાં જર્નલ મેળવી સમગ્ર પ્રાયોગિક પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ કરીને યુનિવર્સિટીને 10 જુલાઈ સુધીમાં મોકલવાની રહેશે.

સીલબંધ કરી માર્કશીટ પરીક્ષા વિભાગમાં જમા કરાવી પડશે
MAમાં મનોવિજ્ઞાનમાં પણ આ જ સ્થિતિ છે. MAના સેમ - 4માં પ્રોજેક્ટ વર્ગના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે રૂબરૂ ના બોલાવીને પ્રોજેક્ટ વર્ગના કાર્યના આધારે તૈયાર કરેલા થીસીસ PG સેન્ટરમાં જમા કરાવેલા હોય અને જમા કરેવલા થીસીસ સેન્ટરના વડા અને માર્ગદર્શક દ્વારા પ્રમાણિત કરેલું હોય તેનું મૂલ્યાંકન 50 માર્ક્સના આધારે PG સેન્ટરના વડા અને માર્ગદર્શક દ્વારા 7 થી 1એ જુલાઈમાં તૈયાર કરી એ માર્કશીટ સીલ બંધ કરીને 15 જુલાઈ સુધીમાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં જમા કરાવવાનું રહેશે.

6 જુલાઈથી બીએ,બીકોમ,બીબીએ, બીએસસી,બીએડ સેમ-1ની ઓફલાઈન પરીક્ષા
6 જુલાઇથી ગુજરાત યુનિવર્સિટીની બીએ,બીકોમ,બીબીએ, બીએસસી,બીએડ સેમેસ્ટર - 1ની ઓફલાઈન પરીક્ષા યોજાવવાની છે. ઓફલાઈન પરીક્ષાને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે જેમાં ઓનલાઇન પરીક્ષા પસંદ ના કરી હોય તે તમામ વિદ્યાર્થીઓએ પોતાની નવી હોલ ટિકિટ કાઢીને પરીક્ષા આપવાની રહેશે. ઓનલાઇન પરીક્ષા આપી હોય તે ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહીં.ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરેલ વિદ્યાર્થી ટેક્નિકલ કારણસર એક કે તેથી વધુ વિષયની પરિક્ષા ના આપી શક્યો હોય તેને તે પ્રમાણે ઓફલાઈન પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાર્થી ઓનલાઇન પરીક્ષામાં હાજર હોય પર કોઈ કારણસર પરીક્ષા ના આપી શક્યા હોય તે ઓફલાઈન પરીક્ષા આપી શકશે નહીં.બેઠક વ્યવસ્થા અને હોલ.ટિકિટ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે તે મેળવવાની રહેશે.