તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં 24 દિવસે બજારો ફરી ધમધમતાં થયાં, લોકો માસ્ક સાથે બજારોમાં નજરે પડ્યા, સરકારની રાહતથી વેપારીઓ ખુશ

અમદાવાદ4 મહિનો પહેલા
અમદાવાદ શહેરમાં માર્કેટ્સ ફરી શરૂ થઈ ગયાં.
  • અમદાવાદના મોટા ભાગનાં બજારોમાં દુકાનો ખૂલી, પરંતુ ગ્રાહકોનો ધસારો ઘટ્યો
  • વેપારીઓએ દુકાનની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન માટેની વ્યવસ્થા કરી

રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે આ કોરોનાની સાથે હવે નવા રોગ મ્યુકરમાઇકોસિસને પણ મહામારી જાહેર કરી દીધી છે. એટલે હવે સૌ કોઈમાં ક્યાંય ને ક્યાંય ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિને કાબૂમાં લેવા રાજ્ય સરકારે 28મી એપ્રિલે કેટલાક નિયંત્રણો લાદ્યાં છે જેથી આ સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.જેમાં અત્યાર સુધી સરકાર મીની લોકડાઉનની જાહેરાત કરી હતી જેમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ લોકોને ધંધા-રોજગાર બંધ રાખવા માટે આદેશ કર્યો હતો. ત્યારે હવે 24 દિવસે આજથી સરકારે અમુક નિયંત્રણો હટાવ્યા છે. જેથી વેપારી અને નાના ફેરિયામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સવારના 9થી બપોરના 3 સુધી વેપાર-ધંધા ચાલુ રહેશે
સરકારે સવારના 9 થી 3 વાગ્યા સુધી અમુક વ્યાપાર-ધંધા ચાલુ રાખવા માટે પરવાનગી આપી છે. જેમાં ગલ્લા-લારીઓ અને નાના મોટા વેપારીઓને પણ રાહત મળી છે. ઘણા દિવસ બાદ આજે બજારો ખુલતા લોકો ખરીદી કરવા માટે ઉમટી આવ્યા હતા. લોકોને હવે કોરોનાનો ડર પણ છે માટે તમામ લોકો આજે માસ્ક સાથે બજારમાં જોવા મળ્યા હતા.બજારમાં પણ વધારે ભીડ થાય તે માટે વેપારીઓ પણ લોકો ને અવારનવાર તે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જણાવતા હતા.આ મિની લોકડાઉનમાં સૌથી વધારે અસર થઇ હોય તો તે ફેરિયા અને લારીચાલકો કે જેઓ રોજ કમાઈને ખાતા હોય છે. ઘણા દિવસ બજારો બંધ રહેતા તેઓ પણ લાચાર બન્યા હતા.આથી આજે બજારો ખુલતા તેઓ એ રાહત નો શ્વાસ લીધો હતો.

કોરોનાને લઈને સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરતા દેખાયા વેપારીઓ.
કોરોનાને લઈને સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરતા દેખાયા વેપારીઓ.

વેપારીઓ સરકારના નિર્ણયથી ખુશ
રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા વેપારી આશિષ ઝવેરી એ જણાવ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ. છેલ્લા કેટલાક દિવસ થી અમે એક નાગરિક તરીકેની ફરજ નિભાવી ને ઘરે બેઠા હતા. અમારા ધંધા-રોજગાર બંધ રાખીને રાજ્ય સરકારને સહકાર પણ આપ્યો હતો. પરંતુ એના કારણે અમારા કેટલાક વેપારીઓ ઘણી આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે. અમારી એટલી જ પ્રાર્થના છે કે આ મહામારી જલ્દીથી જાય અને અમારા ધંધા-રોજગાર ધમધમતા થાય. અમે સરકારની ગાઈડલાઇન મુજબ તમામ વ્યવસ્થા સાથે દુકાનો ખોલી છે બજારમાં ભીડ ન થાય તે માટે પણ અમે સતત ગ્રાહકોને ટકોર કરતા રહીએ છીએ. અમે સરકારે જાહેર કરેલા સમય પ્રમાણે જ દુકાનો ચાલુ રાખી શુ અને તમામ તકેદારી રાખીશું.

સરકારના નિયમોનું પાલન કરી માર્કેટ શરૂ થયા
માધુપુરા માર્કેટ સ્વૈચ્છિક બંધ રાખેલા માધુપુરા મહાજન માર્કેટના સેક્રેટરી લલિત ભાઈએ જણાવ્યું કે, અમારે માર્કેટ ચાલુ રાખવા માટે મંજૂરી મળી હતી. પરંતુ વધતા કેસને લઇને માધુપુરા મહાજને સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી હતી. આજે સરકારે તમામ લોકોને રાહત આપી છે એને અનુસરીને અમે આજે માર્કેટ ખોલ્યું છે. અમે વેપારી તરીકે સરકારના નિર્ણયને આવકાર્યો છે. અમારું માર્કેટ બંધ રહે તો વેપારીથી માંડીને મજૂરના પેટ પર પાટુ વાગે. એટલે અમે તમામ નિયમો ને અનુસરી ને માર્કેટ ચાલુ રાખવા માટે સૂચના આપી છે.