એકેડેમિક પબ્લિશિંગ:બ્રાન્ડનાં ગ્રોથ માટે માર્કેટિંગ કોમ્યુનિકેશન મહત્વનું છે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

માઈકાએ એમઆઈ પ્રેસ સાથે એકેડેમિક પબ્લિશિંગની શરૂઆત કરી છે. જે વિશ્વભરના સંશોધકો અને શૈક્ષણિક લેખકો માટે પ્રકાશનનાં સ્ત્રોત તરીકે કાર્યરત રહેશે. જે વિશ્વભરના સંશોધકો અને શૈક્ષણિક લેખકો માટે પ્રકાશનના સ્ત્રોત તરીકે કાર્યરત રહેશે. એમઆઈ પ્રેસનું પહેલું ક્યુરેટેડ પુસ્તક છે જેમાં ગુજરાતમાંથી ઉભરી આવેલી અને છેલ્લા દાયકાઓમાં પ્રતિષ્ઠિત નેશનલ બ્રાન્ડ બની ગયેલી દસ બ્રાન્ડ્સ વિશેની માહિતી આપવામાં આવી છે.

મુદ્રા કોમ્યુનિકેશન્સનાં ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. એલન ડિસોઝા અને શાંતિ બિઝનેસ સ્કૂલના આંત્રપ્રિન્યોર્શિપ ફેકલ્ટી ડૉ.પ્રશાંત પરિક દ્વારા 'બ્રાન્ડ મેજિક - ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ ક્રિએટિંગ સક્સેસફુલ બ્રાન્ડ' પુસ્તક લખવામાં આવ્યું છે. જેમાં બ્રાન્ડ્સને રાજ્ય-સ્તરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે માર્કેટિંગ કોમ્યુનિકેશન્સની ભૂમિકા વિશે વાત કરવામાં આવી છે. માઈકાના પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર ડૉ.શૈલેન્દ્ર રાજ મહેતાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, 'એમઆઈ - પ્રેસ એ એક પહેલ છે જે માઈકા દ્વારા શરૂ કરાઈ છે. જે એકેડેમિક પબ્લિશિંગની દુનિયામાં પ્રવેશવાનું પ્રથમ પગલું છે. જે રિસર્ચ ફેકલ્ટી માટે જ નહીં પરંતુ વિશ્વભરના રિસર્ચર્સ અને લેખકો માટે લાભદાયી રહેશે.'

અન્ય સમાચારો પણ છે...