સમાજમાં હકારાત્મક અસર ઊભી કરવાના હેતુ સાથે 1,300 બેડ્સની ત્રણ હોસ્પિટલ્સના નેટવર્ક સાથે મરેંગો એશિયા હેલ્થકેર હોસ્પિટલ્સ જે શહેરોમાં મરેંગો એશિયા હોસ્પિટલ છે ત્યાં 50,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરે છે. વૃક્ષો વાવવાનું આ અભિયાન એક અનોખો ઈકો-ફ્રેન્ડલી અભિગમ છે, જે ક્લાઈમેટ ચેન્જ માટેના યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 15ને સમર્પિત છે. મરેંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે અને આજથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જીગ્નેશ પટેલ,ડાયરેક્ટર-પાર્ક્સ, એએમસી-અમદાવાદ,દિનેશ દેસાઈ,દક્ષેશ પટેલ, પ્રકૃતિ પરિવાર, સોલા તથા ડો. કેયુર પરીખ, ચેરમેન, મરેંગો સિમ્સ, ડો. રાજીવ સિંઘલ, મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ, મરેંગો એશિયા હેલ્થકેર તથા મેનેજમેન્ટ ટીમના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવી જ પ્રવૃત્તિ મરેંગો ક્યુઆરજી હોસ્પિટલ, દિલ્હી એનસીઆર અને કે કે પટેલ હોસ્પિટલ, ભુજ ખાતે પણ હાથ ધરવામાં આવી હતી.
એક જવાબદાર ઈએસજી સંલગ્ન હેલ્થકેર પ્રોવાઈડર તરીકે મરેંગો એશિયા હેલ્થકેરની પ્રતિબદ્ધતા યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 15 તરફ છે. જે કહે છે, “પૃથ્વીની ઇકોસિસ્ટમના ટકાઉ ઉપયોગને સુરક્ષિત કરો,પુનઃસ્થાપિત કરો અને પ્રોત્સાહિત કરો, જંગલોનું ટકાઉ સંચાલન કરો, રણપ્રદેશના વિસ્તરણનો સામનો કરો અને જમીનની અધોગતિને અટકાવો અને પુનઃસ્થાપિત કરો, જૈવવિવિધતાના નુકશાનને રોકો." સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ પૃથ્વી પરના દરેક જીવો માટે વધુ સારું અને વધુ ટકાઉ ભાવિ હાંસલ કરવા માટેનું બ્લુપ્રિન્ટ છે. યુએન સસ્ટેનેબલ ગોલ્સના ભાગરૂપે, મરેંગો સિમ્સ હોસ્પિટલ આપણે બધા આબોહવા પરિવર્તનને કેવી રીતે પ્રભાવિત કરી શકીએ તે અંગે વિસ્તૃત રીતે જાગૃતિ ફેલાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.