તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:શહેરના હેરિટેજ મકાનોના નકશા વિનામૂલ્યે તૈયાર કરવામાં આવશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ છે શાહપુર દરવાજા પાસે હેરિટેજ મકાનના નકશાની તસવીર. આવા 300 મકાનોના નકશા બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. - Divya Bhaskar
આ છે શાહપુર દરવાજા પાસે હેરિટેજ મકાનના નકશાની તસવીર. આવા 300 મકાનોના નકશા બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
  • મકાનને રિસ્ટોર કરવામાં તકલીફ ન પડે તે માટે ચાલે છે કામગીરી
  • પ્લોટના રેકોર્ડ પરથી તૈયાર કરી આપવામાં આવે છે મકાનના નકશા

અમદાવાદમાં 2,236 જેટલા હેરિટેજ મકાનો છે. 60થી 250 વર્ષ જૂના આ મકાનોના હયાત નકશા તૈયાર કરવાની કામગીરી હાલ એએમસીના હેરિટેજ વિભાગ દ્વારા ચાલે છે. તે અંતર્ગત 300 જેટલા મકાનોના નકશા તૈયાર થઈ ગયા છે. 2022 સુધીમાં મકાનોના નકશા બનાવવાની કામગીરી પૂર્ણ થઈ જશે. જૂનું અમદાવાદ તેમાં પણ ખાસ કરીને એવા લોકો કે જેઓ પોળોમાં રહે છે તેમની પાસે હયાત નકશા ન હોય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં હેરિટેજ વિભાગ આ કામ કરી આપે છે.

આ અંગે વાત કરતાં હેરિટેજ પ્રોજેક્ટના ડે. જનરલ મેનેજર આશિષ ત્રાંબલિયાએ કહ્યું કે, ‘એવા પોળવાસીઓ કે જેમને પોતાનું મકાન રિસ્ટોર કરવું છે તેમના માટે હયાત નકશાની જરૂર પડે છે. અમદાવાદમાં હાલ જે મકાનો બને છે તેમાં તો જે તે સ્થપતિ નકશો તૈયાર કરે જ છે પણ વર્ષો પહેલાં પોળના મકાનો તૈયાર થયા ત્યારે સ્વાભાવિક છે કે લોકો પાસે નકશા ન હોય. કેટલીક સ્થિતિમાં એમ પણ હોય કે નકશા ફાટી કે ખોવાઈ ગયા હોય. ત્યારે હેરિટેજ વિભાગ દ્વારા આ કામ ચાલી રહ્યું છે. તે અંતર્ગત પ્લોટના રેકોર્ડ પરથી નકશા તૈયાર કરી આપવામાં આવે છે. તે માટે આર્કિટેક્ટ સહિત 17 ટીમ આ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...