રોનક ગુમાવી રહ્યો છે સી.જી રોડ:અમદાવાદના સી.જી રોડ પરની અનેક દુકાનો-ઓફિસ ઠપ, ઓનલાઇન વેપાર અને મોલ કલ્ચરના કારણે ધંધાને 40% ફટકો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ મહિનાથી વેપાર ફરીથી ધમધમતો થયો, પરંતુ અમુક દુકાનો હજુ પણ બંધ છે

કોરોનાકાળ બાદ હવે પરિસ્થિતિ સામાન્ય બનવા તરફ જઈ રહી છે. પરંતુ વેપાર-ધંધા પર તેની અસર હજુ કાયમ જોવા મળી રહી છે. અમદાવાદનો સૌથી પ્રચલિત અને વ્યસ્ત રહેતો સી.જી રોડ પરની દુકાનોના કાળ દરમિયાન ખાલી થઈ હતી, તે હજુ પણ દુકાન ભાડે આપવાની છે તેવા પાટીયા જોવા મળી રહ્યા છે.

ત્રણથી કોરોના નિયંત્રણમાં, છતાં દુકાનો બંધ છે
સીજી રોડ પરની શોપ ઓનર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ વસંત તિરોડકરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, તેઓ પાછલાં 30 વર્ષથી સીજી રોડ પર વેપાર કરી રહ્યા છે. પંચવટીથી લઈને નવરંગપુરા સ્ટેડિયમ સુધીના પટ્ટા પર અંદાજે 2 હજાર જેટલી દુકાનો આવેલી છે જેમાંથી અંદાજે 100 જેટલી નાની-મોટી દુકાનો અને ઓફિસો બંધ થઈ ગઈ છે. બંને તરફના પટ્ટા પરની કેટલીક દુકાનો પર વેચાણ માટે અથવા તો ભાડે આપવાના બોર્ડ લાગેલ જોવા મળી રહ્યા છે. પાછલા ત્રણ મહિનાથી કોરોના પર નિયંત્રણ આવતા ધંધો વેપાર ફરીથી ધમધમતો થયો છે પરંતુ અમુક દુકાનો હજુ પણ બંધ છે.

100 જેટલી નાની-મોટી દુકાનો અને ઓફિસો બંધ થઈ ગઈ
100 જેટલી નાની-મોટી દુકાનો અને ઓફિસો બંધ થઈ ગઈ

દુકાનનું ભાડું પણ નીકાળવું મુશ્કેલ બન્યું
અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ અને સી.જી રોડ પર જ્વેલરીની દુકાન ધરાવતા જીગર સોનીએ જણાવ્યું કે, પાછલા પાંચ વર્ષથી સીજી રોડ પરનો વિસ્તાર જ્વેલરીની દુકાનો માટે હબ સમાન સાબિત થઇ રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે, ધંધા-વેપાર પડવાથી દુકાનનું ભાડું 30 હજારથી લઈ 1 લાખ સુધીનું છે, સાથે સાથે કારીગરોના પગારના નિભાવ ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યું હતું. જેથી દુકાનો બંધ પડી હતી, જે હજુ પણ યથાવત છે.

ઓનલાઇન વેપારના કારણે અંદાજે 35-40 ટકાનો ફટકો પડ્યો
ઓનલાઇન વેપારના કારણે અંદાજે 35-40 ટકાનો ફટકો પડ્યો

ઓનલાઇન વેપારના કારણે ધંધા પર મોટો ફટકો
આ ઉપરાંત પહેલા મોલ કલ્ચર આવ્યું અને હવે ઓનલાઇન વેપારના કારણે ધંધા પર મોટો ફટકો પડ્યો છે. ઓનલાઇન વેપારના કારણે અંદાજે 35-40 ટકાનો ફટકો પડ્યો છે. ઉપરાંત અહીં મુખ્યવે ખરીદી માટે આવતા લોકોને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પણ મોટો પડકાર બની છે. જેથી સી.જી રોડ પરના ધંધા પર અસર જોવા મળી રહી છે.

વસંત તિરોડકર, સીજી રોડ પરની શોપ ઓનર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ
વસંત તિરોડકર, સીજી રોડ પરની શોપ ઓનર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ

કોવિડના કારણે ધંધા-વેપાર પડી ભાંગ્યા
સીજી રોડ પર મુખ્યત્વે જ્વેલરી, કપડાં અને પગરખાની દુકાનો આવેલી છે. સાથે સાથે કેટલાક નાના-મોટા વેપાર ધંધાની ઓફીસો અહીં કાર્યરત છે. જોકે વર્ષ 2020 શરૂઆતમાં કોવિડના કારણે ધંધા-વેપાર પડી ભાંગ્યા હતા. તેની મોટી અસર વેપાર-ધંધા પર થઈ. ન માત્ર અમદાવાદ પરંતુ સી.જી રોડ વિસ્તારમાં રાજ્યભરમાંથી લોકો ખરીદી માટે અહીં પ્રસંગોપાત્ત આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...