બાળકોની ચિંતા:અનેક સ્કૂલો ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસ માટે ફરજ પાડે છે: વાલી મંડળ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ધો- 1થી 9માં 31 જાન્યુઆરીની જગ્યાએ 15 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન સ્કૂલો કરવી
  • કોરોનાના કેસ વધતા સરકારે 1થી 9ના વર્ગ ઓનલાઈન કરવા નિર્ણય લેવાયો છે

કોરોનાના વધતા સંક્રમણને કારણે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 9ની સ્કૂલો ઓનલાઈન કરવામાં આવી હતી. જ્યારે 10થી 12 મે ઓનલાઈન અને ઓફલાઈનનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ કેટલીક સ્કૂલો 10થી 12ના વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઈન આવવા ફરજ પાડે છે તેવો વાલી મંડળનો આક્ષેપ છે.

શિક્ષણ વિભાગ કડક પગલા ભરે તેવી માગ
સ્કૂલોમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા મોડેથી 1થી 9ના વર્ગ ઓનલાઈન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ધોરણ 10થી 12ની સ્કૂલોમાં વર્ગ ઓફલાઈન અને ઓનલાઈન રાખવા વિકલ્પ આપવામાં આવ્યો હતો. રાજ્યની અનેક સ્કૂલો દ્વારા ઓનલાઈન વર્ગ ચલાવવામાં આવતા નથી અને 10થી 12ના વિદ્યાર્થીઓને ફરજીયાત સ્કૂલે ઓફલાઈન બોલાવવામાં આવે છે, જેની સામે શિક્ષણ વિભાગ કડક પગલા ભારે તેવી વાલી મંડળની માંગણી છે.

ફરજીયાત ઓફલાઈન શિક્ષણ માટે દબાણ ન કરવું જોઈએ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ અનેક સ્કૂલો બાળકોને ફરજીયાત ઓફલાઈન આવવા દબાણ કરે છે તે ના કરવું જોઈએ. શિક્ષણ વિભાગે આ મામલે કડક પગલાં લેવા જોઈએ. ઉપરાંત 1થી 9 સ્કૂલો 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન રાખવામાં આવી છે તેની મુદત વધારીને 15 ફેબ્રુઆરી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...