તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે, પહેલીવાર 15264 દર્દીએ કોરોનાને માત આપી, પણ કોરોનાના કેસમાં નજીવો વધારો

3 મહિનો પહેલા

નમસ્કાર!
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમેરિકા ટીમ દ્વારા મોકલાયેલાં 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની પૂજા બાદ જરૂરિયાતમંદ હોસ્પિટલ્સ અને દર્દીઓને વિતરણ થશે. GTUની 13 મેથી ફાઈનલ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે.ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ48,690.80-471.01
ડોલરરૂ.73.420.08

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

----

આ 3 ઘટના પર રહેશે નજર
1) રાજ્યના દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
2) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમેરિકા ટીમ દ્વારા મોકલાયેલાં 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની પૂજા બાદ જરૂરિયાતમંદ હોસ્પિટલ્સ અને દર્દીઓને વિતરણ થશે.
3) GTUની 13 મેથી ફાઈનલ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ગુજરાતમાં પહેલીવાર 15264 દર્દીએ કોરોનાને માત આપી, રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં નજીવો વધારો

રાજ્યમાં 11 હજારથી ઓછા કેસ નોંધાયાના બીજા દિવસે ફરી કેસમાં ઉછાળો આવ્યો છે. 24 કલાકમાં રાજ્યમાં 11 હજાર 17 નવા કેસ નોંધાયા છે તેમજ સતત આઠમા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 15 હજાર 264 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં 102 દર્દીનાં મોત થયાં છે. છેલ્લા 13 દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે, જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 80.94 ટકા થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

સુરતથી ડોક્ટરો સૌરાષ્ટ્ર પહોંચી અલગ-અલગ ગામમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
સુરતથી ડોક્ટરો સૌરાષ્ટ્ર પહોંચી અલગ-અલગ ગામમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

2) સિવિલ કે સરકારી હોસ્પિ.માં કોરોનાની સારવાર લેવા જઈશ તો મરી જઈશ, સુરતથી સૌરાષ્ટ્ર ગયેલા ડોક્ટરની સામે આવી લોકોની માનસિકતા
સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધુ ને વધુ કથળી રહી છે. સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામડાંમાં દર્દીઓમાં કોરોનાને લઈને જબરદસ્ત ભય જોવા મળી રહ્યો છે. લોકો કોરોના સંક્રમિત થયા બાદ સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે. લોકોની એવી માનસિકતા થઈ ગઈ છે કે હોસ્પિટલમાં જઈએ ત્યાં યોગ્ય સારવાર મળશે નહીં અને એને કારણે મોત થવાની પૂરેપૂરી શક્યતા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ભરૂચમાં ઘરેથી નોકરીએ જવા નીકળેલી ત્રણ યુવતી સહિત પાંચ લોકોના માર્ગ અકસ્માતમાં મોત, કાર ખાઈમાં ખાબકતાં સર્જાયો અકસ્માત
નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલા વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતાં કાર ખાઈમાં ખાબકી હતી. ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા, જેમની ચિચિયારીઓ અને મદદ માટેની બૂમોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલા લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી, જેમાં ત્રણ યુવતી સહિત પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

4) કોંગ્રેસને જવાબ આપવા આવેલા સી.આર.પાટીલે પ્રેસ-કોન્ફરન્સમાં માસ્ક કાઢ્યું, બે માસ્ક તો દૂર એકપણ ન પહેરી શક્યા
મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રનો જવાબ આપવા કૉંગ્રેસી નેતાઓએ મોરચો સંભાળ્યો હતો. ત્યારે હવે ભાજપના નેતાઓ પણ નડ્ડાના સપોર્ટમાં આવ્યા છે. સુરતમાં સીઆર પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે, એને રોકવાનું કામ સોનિયા ગાંધી કરશે ખરાં? જોકે આ પ્રેસ-કોન્ફરન્સ પાટીલે માસ્ક વિના જ સંબોધી હતી. તેમણે પ્રેસ-કોન્ફરન્સ શરૂ કરતાં માસ્ક ઉતારી દીધું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો તેમના પરિવારને 25 લાખની સહાય મળશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યનાં સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમસંસ્કારની સેવા કામગીરી કરી રહેલા સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...