તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત્યુઆંક ઓછો બતાવવા તંત્રની ઘાલમેલ:13મીની યાદીમાં એ દિવસે કોરોનાથી મૃત્યુ પામેલા એક પણ નહીં, 11મીએ મૃત્યુ પામેલા 16ને બતાવાયા

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદમાં કોરોનાથી થતાં મૃત્યુના આંકડાને ઓછો બતાવવા તંત્રએ ઘાલમેલ શરૂ કરી દીધી છે. જેતે દિવસે થતાં મૃત્યુ જાહેર કરાતા નથી પણ ટુકડે ટુકડે પાછળના દિવસોમાં જાહેર કરાય છે. બુધવારે અમદાવાદમાં 25 મૃત્યુ થયા હોવાની જાહેરાત કરાઈ છે.

મૃતકોની યાદીમાં 13 તારીખે એક પણ મૃત્યુ થયાનું દર્શાવવામાં આવ્યુ નથી. બલ્કે 25 માંથી 17 મૃત્યુ 11 તારીખે થયા હતા જ્યારે બીજા આઠ મૃત્યુ 10 મે અને 12 મે ના રોજ થયા હતા. તે જ રીતે, 12 મે એ 21 મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 10 મૃત્યુ સાત તારીખે થયા હતા, ચાર મૃત્યુ 11 તારીખે થયા હતા.જો એમ માનીએ કે મોડેથી દાખલ થયેલા મૃતકોના રિપોર્ટ મોડા આવે છે તો પણ જે અગાઉથી દાખલ થયા છે તેવા દર્દીઓના મૃત્યુ પણ જાહેર કરાતા નથી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો