હવે ભાજપના નિશાને ‘આપ’:મનીષ સિસોદિયાએ કહ્યું ગુજરાતીઓને ‘આપ’ પ્રત્યે વધુ વિશ્વાસ છે, નીતિન પટેલે કહ્યું- કોઈ AAPની નોંધ પણ નથી લેતું

અમદાવાદ4 મહિનો પહેલા
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
  • પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી બાદ આજે જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી.
  • સરખેજ ગાંધીનગર હાઈવે પર ઝાયડસ સર્કલ પાસેના ઓવરબ્રિજ પર ત્રણ લેનનો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો.

હાલ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આપમાં જોડાયા બાદ આજે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, કોઈ પણ પક્ષ ગુજરાતમાં આવે તેનાાથી કોઈ ફેર પડતો નથી. આમ આદમી પાર્ટી માત્ર બિનજરૂરી ખર્ચાઓ કરે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેની મતદારોએ નોંધ પણ લીધી નહોતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સરખેજ ગાંધીનગર હાઈવે પર સરખેજ ગાંધીનગર હાઈવે પર ઝાયડસ સર્કલ પાસેના ઓવરબ્રિજ પર ત્રણ લેનનો રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકોને ઝાયડસ સર્કલ પાસે વધારે રોકાવું નહીં પડે.

આપ માત્ર એક શહેર પુરતો મર્યાદિત પક્ષ છે
ગુજરાતમાં કોઈ પણ પક્ષ આવે ભાજપને કોઈ ફેર પડતો નથી. 25 વર્ષમાં અનેક પ્રકારના આંદોલનો અને વિરોધ પક્ષોના અપ્રચારને પણ રાજ્યની જનતાએ ધ્યાને લીધો નથી. સાચુ શું છે એ જનતા સારી રીતે જાણે છે. 2017ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો હતો અને 2022ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થશે. આપ માત્ર એક શહેર પુરતો મર્યાદિત પક્ષ છે. આ પક્ષ બિનજરૂરી ખર્ચાઓ કરે છે. પરંતુ ગુજરાતના લોકોને બધી સમજણ છે.

ઈસુદાન બાદ સવાણી પર આમ આદમી પાર્ટીમાં જોડાયા
ઈસુદાન બાદ સવાણી પર આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે: સિસોદિયા
મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીનું આજે ભારતીય જગડતી પાર્ટી નામ થઈ ગયું છે.

ભાજપના પ્રદેશ પ્રભારીએ પૂછ્યું હતું આપની સ્થિતિ શું છે?
તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત આગામી દિવસોમાં મોટી રાજકીય હલચલ થઇ રહી હોવાના સંકેત આપી રહી છે. સૂત્રો મુજબ જે અનુભવી નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી હતી તેમને તેમણે સ્પષ્ટ પૂછ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પર્ફોમન્સ, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું કાર્ય કરવાની શૈલી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રદેશ નેતૃત્વ કેવું? પ્રભારીએ ત્યાં સુધી પૂછ્યું હતું કે,આપની ગુજરાતમાં અત્યારની સ્થિતિ અને આગળ શું થઇ શકે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજે સુરતની મુલાકાતે આવ્યાં છે
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજે સુરતની મુલાકાતે આવ્યાં છે

600 કરોડના બજેટ પર ભાજપના લોકોએ મનમાની ચલાવી: સવાણી
તેઓએ વધુમાં જણાવ્યું કે, મેં કોવિડની કામગીરી કરતી વેળાએ આપના કાર્યકરો પણ સેવામાં જોડાયા હતા તેના કારણે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હું શુદ્ધ રાજનીતિ કરવા આવ્યો છું. હું સેવાનો માનસ છું. રાજકારણ મારુ ધ્યેય હતો જ નહીં, પરંતુ સમાજસેવા કરવા જોડાયો છું. ભાજપ ભારતીય ઝઘડા પાર્ટી, તેની પાસે ઝઘડા સિવાય કોઈ કાર્ય નથી. દરેક જગ્યાઓ પર માત્ર ઝઘડા પાર્ટી બનીને રહી ગઈ છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 કરોડના બજેટ પર ભાજપના લોકો પોતાની મનમાની ચલાવી આવ્યા છે. ચોરી યથાવત રાખવા માટે પાલિકામાં આપના કાર્યકરો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સવાણીએ લ્લીમાં ઓક્સિજન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓફિસમાં રિપોર્ટ બનાવ્યો હતો. આવો કોઈ રિપોર્ટ બની જ નથી. આજે 72 કલાક થઈ ગયા છતા રિપોર્ટ આપ્યો નથી.