નિવેદન:મનીષ સિસોદિયા કહ્યું, AAP ગુજરાતની શાળાઓની હાલત બદલશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનીષ સિસોદિયાની ફાઇલ તસવીર - Divya Bhaskar
મનીષ સિસોદિયાની ફાઇલ તસવીર
  • ગુજરાતની જનતા પાસે માત્ર એક વિકલ્પ
  • દિલ્હીની સરકારી શાળાઓમાં પાયાની સુવિધા

ભાજપને ગુજરાતની સરકારી શાળાઓ સુધારવામાં રસ નથી, તેથી હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક એવો વિકલ્પ છે જે 5 વર્ષમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓની હાલત બદલી નાખશે. ભાવનગર જ નહી પરંતુ ગુજરાતની તમામ સરકારી શાળાઓની હાલત ખરાબ છે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો જર્જરિત સરકારી શાળાઓના ફોટા મોકલી રહ્યા છે જ્યાં શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર ખાનપૂર્તિના નામે છે.

ગુજરાતના સીએમ તેમના શિક્ષણમંત્રી સાથે જોવા અને શીખવા માટે દિલ્હી આવે, 7 વર્ષમાં કેજરીવાલ સરકારે દિલ્હીની એક પણ સરકારી શાળા છોડી નથી જ્યાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય. કેજરીવાલ સરકારે તેની તમામ શાળાઓ માટે લઘુત્તમ માપદંડ તૈયાર કર્યો છે.

ગુજરાતની જેમ, સરકારી શાળામાં બાળકોને કરોળિયાના જાળાથી ભરેલી શાળામાં અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવી ન હતી. ભાવનગરની સરકારી શાળાઓની હાલત જર્જરિત છે. તેમ દિલ્લીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું.