ભાસ્કર એક્સક્લૂઝિવ:મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલો મણિનગરનો યુવક કોરોના પોઝિટિવ, AMC હેલ્થ વિભાગે હિસ્ટ્રી તપાસતાં ઘટસ્ફોટ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો હોવાને લીધે આરોગ્ય વિભાગ ચિંતામાં

અમદાવાદના નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત 27મી અને 29મી મેએ રમાયેલી ટી20 ક્રિકેટ મેચમાં સ્ટેડિયમમાં હાજર રહેલા મણિનગરના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ પણ મોદી સ્ટેડિયમમાં મેચને કારણે કોરોનાનો ચેપ ફેલાયો હતો અને ખાલી સ્ટેડિયમે મેચ રમાડવી પડી હતી.

અમદાવાદ આરોગ્ય વિભાગના સૂત્રોની માહિતી અનુસાર શહેરમાં છેલ્લા 5 દિવસ એટલે 30મી મે થી 4થી જૂન સુધી કુલ 156 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. મ્યુનિ. આ તમામ પોઝિટિવ કેસની હિસ્ટ્રી ચકાસે છે. જેમાં પોઝિટિવ આવેલી વ્યક્તિ છેલ્લે કયા સ્થળે ગઈ હતી ત્યાં સુધીની તપાસ થાય છે. આ ઉપરાંત આ વ્યક્તિ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હતી કે કેમ તે પણ જોવાય છે.

મણિનગરનો યુવક પોઝિટિવ આવ્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તે મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયો હતો. આરોગ્ય વિભાગને શંકા છે કે, ચેપ સ્ટેડિયમમાંથી આવ્યો છે. આ સ્થિતિને ધ્યાને લેતાં સ્ટેડિયમમાં 1 લાખથી વધુ મેદનીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ હોવા જોઈએ. આગામી દિવસોમાં કોરોના કેસો વધે તેવી પણ શક્તા જણાઇ રહી છે.

અગાઉ માર્ચ 2021માં ભારત વિ. ઇગ્લેન્ડની મેચમાં પણ પચાસ ટકા ક્ષમતા સાથે સ્ટેડિયમ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 16મી માર્ચ, 18મી માર્ચ અને 20મી માર્ચના રોજ ક્રિકેટ મેચ યોજવામાં આવી હતી. કોરોનાની પહેલી લહેર બાદ જ્યાં કેસ કંન્ટ્રોલમાં આવી રહ્યા હતા ત્યાં ફરીથી ક્રિકેટ મેચ યોજવામાં આવતાં જ સ્થિતિ ખરાબ શરૂ થઇ હતી. જ્યાં 16મી માર્ચે અમદાવાદમાં માંડ 241 કેસ આવ્યા હતા. તેના દસ દિવસમાં એટલે કે 26મી માર્ચે શહેરમાં કોરોના કેસનો આંક 604 પર પહોંચી ગયો હતો.

તકેદારીના ભાગરૂપે ટેસ્ટિંગ વધારાયું
સ્ટેડિયમમાં 1 લાખની ભીડ એકઠી થઈ હતી. આ કારણે શહેરમાં કોરોના કેસ વધ‌વાની શક્યતા છે. શહેરમાં ક્રિકેટ મેચ જોવા ગયેલા યુવકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં મ્યુનિ. અધિકારીઓ દ્વારા ગંભીરતા તપાસ શરૂ કરી ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...