તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડને મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રવણ રાઠોડ સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અનન્ય ભક્ત હતા

સંગીતની દુનિયામાં જાણીતા નદીમ-શ્રવણની જોડી તૂટી ગઇ. ગુરૂવારે મ્યૂઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું મુંબઇ ના એસએલ રહેજા હોસ્પિટલમાં નિધન થયું છે. તે કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને મેડિકલ સમસ્યા પણ હતી અને તે વેંટિલેટર પર હતા.

શ્રવણ રાઠોડને હૃદય સંબંધિત ગંભીર સમસ્યા હતી. ડાયાબિટિસ અને કોરોનાએ તેમના સ્વાસ્થ્યને વધુ બગાડી દીધું હતું. તેમના પુત્ર સંજીવને પણ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. કારણ કે તે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

મ્યૂઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડ 66 વર્ષના હતા. તેમને 2 પુત્રો છે સંજીવ અને દર્શન. 90ના દાયકામાં શ્રવણ ખૂબ પ્રખ્યાત હતા. શ્રવણ પોતાના કેરિયર દરમિયાન ઘણા એવોર્ડ્સ જીત્યા. તો બીજી તરફ શ્રવણના ભાઇ રૂપ કુમાર રાઠોડ અને વિનોદ રાઠોડ પણ સિંગર્સ છે. બંને ઘણા હિટ સોંગ્સ આપી ચૂક્યા છે. સંગીતકાર શ્રવણકુમાર રાઠોડને 1997ના આખરમાં વ્યવસાયિક મુશ્કેલી આવી ત્યારે આપણા મુંબઈ - મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે આવવાનું થયું હતું. ઘનશ્યામ મહારાજ - સ્વામિનારાયણ ભગવાન આદિ મૂર્તિનાં દર્શન કર્યાં અને મહંત દિવ્યદર્શનદાસજી સ્વામીને મળ્યા હતા. આવેલી આફતનું નિવેદન કરી આશીર્વાદ માંગ્યા હતા. તેઓએ વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજને ફોન કરી આશીર્વાદ અપાવ્યા. વળી સદ્ધર્મરત્નાકર આચાર્ય સ્વામીજી મહારાજને થોડા સમય પછી મુંબઈ આવવાનું થયું ત્યારે રૂબરૂ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદથી આપત્તિના ઓળા અલોપ થઇ ગયા.

ઈ.સ.1998નો પ્રારંભ થયો અને શ્રવણ કુમારના જીવનમાં નવો ઉદય થયો. સેવામૂર્તિપરંતપ: આચાર્ય સ્વામીજી મહારાજે કચ્છ ભુજના સ્વામિનારાયણ મંદિરના કળશ શિખર આરોહણ મહોત્સવ આવતો હોવાથી તે નિમિત્તે ભજન કીર્તન રેકોર્ડ કરવાની તક આપે એટલે સુવર્ણમાં સોડમ આવી. વિશેષમાં એ મહોત્સવની તારીખ 4-5- 1998ના રોજ રાત્રે લાઈવ ભક્તિ સંગીતનો કાર્યક્રમ કરવાનો મળ્યો. ભક્તિ સંગીતની શરૂઆતમાં સંગીત સમ્રાટ શ્રવણ કુમાર રાઠોડે જણાવ્યું કે, મારા જીવનમાં આપત્તિ આવી હતી, કાળા વાદળા ઘેરાયા હતા. મને લાગતું કે હવે શું થશે. મારો ફિલ્મી ઈન્ડસ્ટ્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે? પરંતુ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી મને પૂજ્ય સ્વામીજી મળી ગયા. તેમણે મને આશીર્વાદ આપ્યા અને કાળા વાદળા વિખરાઈ ગયા. મને પુરૂષના રૂપમાં પુરૂષોત્તમ મળી ગયા. આજે મારા બે દીકરા સંજીવ અને દર્શન પણ સ્વામીજીની કૃપાથી સંગીતક્ષેત્રમાં પ્રારંભ કરવા તરફ આગળ વધી રહ્યા છે.

આવા મહાન સંગીતકાર શ્રવણ કુમાર રાઠોડ દર વર્ષે સ્વામિનારાયણ મંદિર મુંબઈમાં વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દર્શનાર્થે અચૂક પધારતા હતા. હમણાં જ ગત મહિને સ્વામિનારાયણ મંદિર, મુંબઈમાં વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સ્મૃતિ સત્ર પ્રસંગે તેઓ પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દર્શનાર્થે પધાર્યા હતા અને બાપાના સંસ્મરણોને વાગોળતાં વાગોળતાં અત્યંત ભાવુક બની ગયા હતા. આવા દિગ્ગજ સંગીતકાર શ્રવણ કુમાર રાઠોડનું નિધન થતાં આજે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...