તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા 2450 પરિવારોને રાશનકીટ અપાઈ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડાથી અસરગ્રસ્ત પરિવારોને સ્વામિનારાયણ ગાદી સંસ્થાને રાશનકીટનું વિતરણ કર્યું - Divya Bhaskar
વાવાઝોડાથી અસરગ્રસ્ત પરિવારોને સ્વામિનારાયણ ગાદી સંસ્થાને રાશનકીટનું વિતરણ કર્યું
  • ઘી, તેલ, લોટ, ચોખા, શાકભાજી, જીરૂં, મરચું સહિત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. જેમાં સૌથી વધુ અમરેલીમાં વિનાશ વેર્યો હતો. ખાસ કરીને જાફરાબાદ અને સાવરકુંડલાના લોકો હજી પણ આ કહેરમાંથી બહાર આવી શક્યા નથી. આ આફત સામે અસર પામેલા 2450 પરિવારોને અમદાવાદ ખાતે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં સંતો અને સ્વયં સેવકો સેવા કાર્ય માટે પહોંચ્યા હતાં.

2450 પરિવારને ઘી, તેલ, લોટ, ચોખા, શાકભાજી, જીરૂં, મરચું સહિત રાશન કીટ અપાઈ
2450 પરિવારને ઘી, તેલ, લોટ, ચોખા, શાકભાજી, જીરૂં, મરચું સહિત રાશન કીટ અપાઈ

2450 પરિવારોને રાશનકીટ અપાઈ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ તથા સાવરકુંડલાના ગામો નાના બારમણ, મોટા બારમણ, નાગેશ્રી, ભટવદર, જૂની બારપટોળી, નવી બારપટોળી, દોલતી, દેતડ વગેરેમાં 23 અને 24 મે બે દિવસ દરમિયાન કુલ 2450 પરિવારને ઘી, તેલ, લોટ, ચોખા, શાકભાજી, જીરૂં, મરચું સહિત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ અને બોટાદના સ્વયં સેવકોનો સહયોગ હ
અમદાવાદ અને બોટાદના સ્વયં સેવકોનો સહયોગ હ

અમદાવાદ અને બોટાદના સ્વયં સેવકોનો સહયોગ હતો
આ વિતરણ કાર્યમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પરમાનંદદાસજી સ્વામી તથા સંત પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી તેમજ અમદાવાદ અને બોટાદના સ્વયં સેવકોનો સહયોગ હતો.