તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન મહાદાન:અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મુંબઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતો, હરિભક્તો અને સેવાભાવી નગરજનોએ રક્તદાન કર્યું - Divya Bhaskar
સંતો, હરિભક્તો અને સેવાભાવી નગરજનોએ રક્તદાન કર્યું
  • સંતો, હરિભક્તો અને સેવાભાવી નગરજનોના ઉત્સાહથી 150 બોટલ જેટલું રક્ત એકઠું થયું

હાલમાં કોરોનાની મહામારી દરમિયાન રક્તની અછત સર્જાઈ છે. કોવિડ દરમિયાન લોકો રક્તનું દાન કરવા માટે પણ પાછીપાની કરી રહ્યાં છે. જેના કારણે થેલેસેમિયા તથા અન્ય બીમારીઓ માટે જરૂરિયાતમંદોને રક્ત મેળવવામાં મુશ્કેલી ઉભી થઈ છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મુંબઈમાં મહાલક્ષ્મી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સંતો, હરિભક્તો અને સેવાભાવી નગરજનોના ઉત્સાહથી 150 બોટલ જેટલું રક્ત એકઠું થયું હતું.

સંતો, હરિભક્તો અને સેવાભાવી નગરજનોના ઉત્સાહથી 150 બોટલ જેટલું રક્ત એકઠું થયું
સંતો, હરિભક્તો અને સેવાભાવી નગરજનોના ઉત્સાહથી 150 બોટલ જેટલું રક્ત એકઠું થયું

હોસ્પિટલમાં રક્તની ખૂબ અછત વર્તાઈ રહી છે
આ સમયમાં હોસ્પિટલમાં રક્તની ખૂબ અછત વર્તાઈ રહી છે, ત્યારે રક્તના અભાવે કોઈ દર્દીએ પોતાના પ્રાણ ગુમાવવા ન પડે તેવા શુભ આશય સાથે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત દિવ્યદર્શનદાસજી સ્વામી, નિત્યપ્રકાશ દાસજી સ્વામી, વિશ્વભૂષણદાસજી સ્વામી, નિત્યસ્વરૂપદાસજી સ્વામી, નિખિલેશ્વરદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કોઈપણ દર્દીએ પોતાના પ્રાણ ગુમાવવા ન પડે તેવા આશય સાથે આ રક્તદાન કેમ્પ યોજાયો
કોઈપણ દર્દીએ પોતાના પ્રાણ ગુમાવવા ન પડે તેવા આશય સાથે આ રક્તદાન કેમ્પ યોજાયો

મહારાષ્ટ્રમાં અગાઉ રેકોર્ડ નોંધાયો હતો
સ્વામિનારાયણ મંદિર - મહાલક્ષ્મી, મુંબઈના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પણ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 800થી વધારે બોટલ રક્ત એકઠું થયું હતું. આથી તે સમયે મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ રક્ત એકઠું કરવાનો રેકોર્ડ નોંધાયો હતો. સ્વામિનારાયણ મંદિર - મહાલક્ષ્મી દ્વારા નિયમિત રીતે અનેકવિધિ સામાજિક, ધાર્મિક અને લોકોપયોગી કાર્યો કરવામાં આવી રહ્યાં છે.