ઓનલાઈન સટ્ટો:અમદાવાદમાં મોબાઇલ એપ્લિકેશનમાં શેર બજારનો સટ્ટો રમાડતા યુવકને મણિનગર પોલીસે ઝડપ્યો

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • આરોપી એક રીતે ડબ્બા ટ્રેડીંગની જેમ જ આ આખુ રેકેટ ચાલતું હોવાની પોલીસને શંકા

અમદાવાદના મણિનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ અલગ અલગ મોબાઇલ એપ્લીકેશન મારફતે શેરબજારનુ ટ્રેડીંગ કરતો હોવાની વિગત સામે આવી છે. આરોપી એક રીતે ડબ્બા ટ્રેડીંગની જેમ જ આ આખુ રેકેટ ચાલતું હોવાની પોલીસને શંકા છે. હાલ પકડાયેલા આરોપી પાસે મળેલા મોબાઇલની વિગત મેળવવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

પોલીસને બે મોબાઇલ ફોન સાથે આરોપીને ઝડપ્યો
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દશરથ સિંહ અને તેના સાથીને બાતમી મળી હતી કે, એક શખ્સ અલગ અલગ ક્રેડીટ કાર્ડતી શેર બજારનો ગેર કાયદેસરનુ ટ્રાજેકશન કરે છે. આ યુવક ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ કરીને દેશના અર્થતત્રને નુકશાન કરે છે. પોલીસે આ શખ્સની અટકાયત કરીને પુછપછ કરતા તે શખ્સનું નામ વિશાલ ભડીયાત્રરા હોવાનુ જણાવ્યું હતું. વિશાલ મુળ ભાવનગરનો રહેવાશી છે તેની પાસેથી પોલીસને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

પૈસા એકાઉન્ટમાં જમા કરવાને બદલે બારોબાર સોદા કરતો
આ મોબાઇલ ફોનમાં પોલીસ તપાસ કરતા તેમા અલગ-અલગ એપ્લિકેશન હોવાનું જાણવા મળ્યું હતું જે મારફતે તે અલગ-અલગ લોકોને સીધા નહીં પણ ડબ્બા ટ્રેડીંગની જેમ શેરબજારમાં રૂપિયો લગાવતો હતો. જે રૂપિયાના તે કોઇ એકાઉન્ટમાં જમા કરવાને બદલે બારોબાર સોદા કરતો હતો. જેના કારણે દેશના અર્થતત્રને નુકશાન થઇ શકે તેમ હોવાથી પોલીસે હાલ વિશાલ આ રીતે કેટલા લોકોના રૂપિયા બારોબાર ટ્રેડીંગ કરતો હતો.તે વિગત મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...