તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મણિનગર ગાદી સંસ્થાન દ્વારા માનકુવા કચ્છમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્સવ ભક્તિ-ભાવપૂર્વક સંપન્ન થયો - Divya Bhaskar
ઉત્સવ ભક્તિ-ભાવપૂર્વક સંપન્ન થયો
  • ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશો તેમાં ભગવાન ભેગા ભળશે.

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર, માનકુવામાં નવનિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજના પ્રેરણાથી શિખરબંધ મંદિર તૈયાર થતાં સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે નવનિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે સંગેમરમરનાં સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપા અને સ્વામિનારાયણ ગાદીના મુક્તજીવન સ્વામીબાપાની મૂર્તિઓ પધરાવી હતી.

આ પ્રસંગે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયાં હતાં
આ પ્રસંગે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયાં હતાં

આ પ્રસંગે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા
ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજીબાપાની વાતોની સમૂહ પારાયણો, સંતો-મહંતોના પ્રવચનો, પરમ પૂજય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે.

યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે
યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે

બાળકોને દર્શન માટે મંદિર મોકલવા માતાપિતાની ફરજ
આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. વડીલો, વૃદ્ધોએ, ખાસ નાનાં બાળકોને પોતાની પાસે બેસાડીને રમત ગમતમાં સંસ્કાર આપવાનાં, મંદિરનાં દર્શને લાવવાના, આ ફરજ દાદા દાદીની થાય છે. પછી માતા પિતાની ફરજ બને છે કે રોજ મંદિરે દર્શન કરવા મોકલવા. બધાએ આ ખટકો રાખવાનો છે.

હરિભક્તોએ દિવ્ય અને ભવ્ય મહોત્સવના ઓનલાઇન દર્શનનો લ્હાવો
હરિભક્તોએ દિવ્ય અને ભવ્ય મહોત્સવના ઓનલાઇન દર્શનનો લ્હાવો

હરિભક્તોએ ઓનલાઈન દર્શનનો લ્હાવો લીધો હતો
યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશો તેમાં ભગવાન ભેગા ભળશે.સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવનાં ઓનલાઇન દર્શનનો લ્હાવો લઈ સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા.પૂજનીય સંતોનાં માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ હરિભક્તોની અનન્ય સેવાથી આ ઉત્સવ ભક્તિ-ભાવપૂર્વક સંપન્ન થયો.

અન્ય સમાચારો પણ છે...