તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસીઓમાં કોરોનાનો ડર:મુસાફરોના RTPCR ટેસ્ટ ફરજીયાત કરાતાં અમદાવાદથી મુંબઇની 40% ફ્લાઇટ ખાલી, પ્રાઈવેટ વાહનોની પસંદગી વધી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ ફાઈલ ફોટો - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ ફાઈલ ફોટો
  • મુંબઈ જતાં મુસાફરો હવે ફલાઇટોની જગ્યાએ હવે પ્રાઈવેટ વાહનમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે
  • રીપોર્ટ અને ફ્લાઈટની ટિકીટનો ખર્ચ મુસાફરોને નહીં પોસાતો હોવાથી ફ્લાઈટોમાં માંડ 50 લોકો જ સવાર હોય છે

કોરોનાના સંક્રમણને કારણે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં આવતા તમામ મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરતા અમદાવાદથી મુંબઇ જતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. મુસાફરોને ટિકિટ અને રિપોર્ટ એમ બંનેનો ખર્ચ મોંઘો પડી રહ્યો છે.. આ કારણોસર હાલમાં મુંબઇની ફલાઇટોમાં એવરેજ 60 ટકા મુસાફરો મુસાફરી રહ્યા છે. જેથી 40 ટકા ફલાઇટો ખાલી જઇ રહી છે. એક ફલાઇટમાં માંડ 50થી 60 મુસાફરો સવાર હોય છે.કોઇ મુસાફર બહારથી આવ્યો હોય અને અમદાવાદથી મુંબઇ જવાનું હોય તો સ્વભાવિક પણે તેની પાસે કોવિડનો રિપોર્ટ ન હોય તેવા મુસાફરો ફલાઇટોની જગ્યાએ હવે પ્રાઈવેટ વાહનમાં મુસાફરી કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર જતા મુસાફરોએ ટેસ્ટથી બચવા રસ્તો કાઢ્યો
RT-PCR ટેસ્ટથી બચવા માટે ગુજરાતમાંથી કેટલાક મુસાફરોએ છટકબારી શોધી કાઢી છે. ટેસ્ટનો ખર્ચ જ કરવો પડે નહીં માટે મુસાફરો અગાઉ જેમના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય તેમના રીપોર્ટમાં પોતાના નામ-તારીખ એડિટ કરીને મુંબઇ એરપોર્ટ પર ક્લિયરન્સ લઇને બહાર નીકળી જતા હોવાનું સામે આવ્યું છે. મુંબઇ એરપોર્ટ પર મોટાભાગના મુસાફરો પોતાના મોબાઇલમાં જ રિપોર્ટ બતાવે છે પણ એરલાઇન્સ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ દ્વારા તકેદારી પૂર્વક રિપોર્ટ ચેક કરાતો ન હોવાનું સામે આવ્યુ છે.મોટાભાગના મુસાફર અમદાવાદથી મુંબઇ એરપોર્ટ પર ઉતરે છે ત્યારે એરલાઇન સ્ટાફ અથવા સિક્યોરિટીને મોબાઇલમાં જ એડિટ કરેલા નેગેટિવ રીપોર્ટ બતાવી દે છે.

મુસાફરોના રીપોર્ટમાં ઝીણવટભરી તપાસ થતી નથી
અમદાવાદથી મુંબઇ જનાર મુસાફરોના રિપોર્ટ મુંબઇ એરપોર્ટ પર યોગ્ય રીતે ચેક કરવામાં આવે તો સમય ખુબ જ જાય છે.ઝડપથી ક્લિયરન્સ આપવાના ચક્કરમાં મુસાફરોના રીપોર્ટમાં ઝીણવટ ભરી તપાસ કરાતી નથી. જ્યાં એરલાઇન્સના સ્ટાફ અને સિક્યોરિટી કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. તેવી જ રીતે મુંબઇથી અમદાવાદ પરત ફરતા મુસાફરોના રીપોર્ટની કોઇ ખાસ તપાસ થતી નથી. માત્ર રીપોર્ટની કલર પ્રિન્ટ કોપી આપવાનો આગ્રહ રાખવામાં આવે તો રીપોર્ટ સાથે ચેડા થતા અટકે તેમ જાણકારોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો