તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શિક્ષકોના રજાની રકમમાં ગેરરીતિના પ્રકરણમાં માંડલના TPEO સસ્પેન્ડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરરીતિ આચરનારા કર્મીએ બાવળામાં ફરજ બજાવી હોવાથી તપાસ હાથ ધરાઇ છે
  • દસક્રોઇના ટીપીઇઓને સસ્પેન્ડ કરવા માટે સરકારમાં અહેવાલ મોકલાયો

અમદાવાદ જિલ્લાના માંડલ અને દસક્રોઇ તાલુકામાં શિક્ષકોના રજાની રકમમાં ખોટી રીતે ચેક લખી મોટાપાયે ગેરરિતી આચરવાના ડેપ્યુટી એકાઉન્ટન્ટ રાજેશ રામીના પ્રકરણમાં જિલ્લા શિક્ષણાધિકારીએ ગત 11મી જૂને માંડલના ટીપીઇઓ ચંદ્રિકા પટેલને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે દસક્રોઇના ટીપીઇઓને સસ્પેન્ડ કરવા માટે સરકારમાં અહેવાલ મોકલાયો છે.

તપાસ ટીમ સમક્ષ બહાર આવેલી વિગતો મુજબ રાજેશ રામી કેટલાક કર્મચારીઓને લઇને પત્તા અને સટ્ટો રમવા અવારનવાર મુંબઇ જતો હતો. મુંબઇમાં રોકાણ કરી કર્મચારીઓ મજા માણતા હતાં. જોકે આ બાબતે અહેવાલમાં કોઇ ઉલ્લેખ કરાયો નથી. પરંતુ તપાસ કમિટી આ મદ્દે પુરાવા એકત્રિત કરી રહી છે. કૌભાંડી રાજેશ રામીએ બાવળામાં પણ ફરજ બજાવી હોવાથી ત્યાં પણ તપાસ હાથ ધરાઇ છે.

જિલ્લા શિક્ષણાધિકારી ડો.એમ.એન.પટેલે કહ્યું કે, વિભાગ તરફથી ઝડપથી કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. માંડલના ડેપ્યુટી એકાઉન્ટન્ટ રાજેશ રામીના ગેરિરતી પ્રકરણમાં સામેલ ટીપીઇઓ ચંદ્રિકા પટેલ છેલ્લા 13 વર્ષથી ફરજ બજાવે છે. પ્રકરણ સમય માંડલમાં હતાં. તેણે કોઇ પણ જાતની ચકાસણી વગર ચેક પર સહીં કરી કેટલીક રકમ લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેણે કારણદર્શક નોટીસ અંતર્ગત આપેલો ખુલાસો યોગ્ય નહીં લાગતા અંતે ટીપીઇઓ ચંદ્રિકા પટેલેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

3 તાલુકાના હિસાબોની ચકાસણી થશે
ત્રણ તાલુકાના હિસાબોની ચકાસણી માટે રચાયેલી ત્રણ સભ્યોની કમિટીમાં આંતરિક અણવેશન અધિકારી(આઇઓ), ડિ‌વીઝન એકાઉન્ટ, સિનિયર કલાર્ક (હિસાબી)નો સમાવેશ થાય છે. ઓડિટ સિવાયના મુદ્દાઓ પર એક સપ્તાહમાં તપાસ કરશે અને રિપોર્ટ તૈયાર કરી ડીડીઓને સોંપશે. આ સિવાય દસક્રોઇ તાલુકાની ગેરરિતી માટે બનાવેલી કમિટીમાં ટીપીઓ પિન્કેશ પટેલ પી.એ.પરમાર(આઇ ઓ)નો સમાવેશ થાય છે.> હાર્દિક પ્રજાપતિ, જિલ્લા પંચાયત હિસાબીનીશ

અન્ય સમાચારો પણ છે...