શિક્ષણ:હાલ ધો.1થી 5 શરૂ ન કરવા વાલી મંડળની માગ, ‘વિદ્યાર્થીને કોરોના થાય તો શિક્ષણ વિભાગ જવાબદાર’

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • કોવિડ ગાઇડલાઇનના યોગ્ય અમલની માગ

કોરોનાના કેસ વધતા સ્કૂલે જતા બાળકોના વાલીઓમાં ચિંતા સર્જાતા વાલી મંડળે ધો.6થી 12ના સ્કૂલે જતા કોઈ બાળકને કોરોના થશે તો તેની જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે તેમ જણાવ્યું છે.

કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગાઇડલાઇનનું અમલીકરણ કરી ધો.6થી 12ના વર્ગો શરૂ કરાયા હતા, પરંતુ હવે ફરી કોરોના કેસમાં વધારો થતાં વાલીઓમાં ચિંતા સર્જાઈ છે. ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, દરેક સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનનો યોગ્ય રીતે અમલ થતો નથી. આ સ્થિતિમાં જો કોઈ બાળકને કોરોનાનું સંક્રમણ થશે તો તે માટે શિક્ષણ વિભાગ જવાબદાર રહેશે. ઉપરાંત ધો.1થી 5 પણ શરૂ કરવાનું સરકારી વિચારી રહી છે, જે યોગ્ય નથી. હાલની સ્થિતિએ પ્રાથમિક સ્કૂલોમાં નાના ધોરણો શરૂ ન કરવા જોઇએ.

સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ થવું જોઈએ
વાલી મંડળે આક્ષેપ કર્યો હતો કે, મહામારી વચ્ચે સ્કૂલો શરૂ થઇ ત્યારથી એકપણ સ્કૂલને બેદરકારી રાખવા માટે નોટિસ આપવામાં આવી નથી. સ્કૂલો કોરોના ગાઈડલાઇનનું પાલન ન કરે તો કોઈ પગલાં પણ લેવામાં આવ્યા નથી.અમે માગ કરીએ છીએ કે તમામ સ્કૂલોમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...