તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામેના યુદ્ધમાં રેલવે જોડાયું:અમદાવાદ મંડળે 19 આઈસોલેશન કોચ તૈયાર કર્યા; કૂલર, ઓક્સિજન સહિતની સુવિધાથી સજ્જ આ કોચમાં 304 બેડ ઉપલબ્ધ

અમદાવાદ2 મહિનો પહેલા
રેલવેના આઈસોલેશન કોચની ફાઈલ ત�
  • સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 06 કોચ ઉપલબ્ધ રહેશે.
  • કુલ 304 દર્દીઓ દાખલ થઈ શકશે.
  • કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફટોપ કૂલિંગ અને વિંડો કૂલર લગાવવામાં આવ્યા

હાલની પરિસ્થિતિમાં કોરોના સામેના યુદ્ધમાં સંગઠનો, મંદિરો, મોટી કંપનીઓ તથા લોકો પણ સામેથી આગળ આવીને શક્ય તેટલી મદદ માટેના પ્રયાસો કરી રહ્યા છે. શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઘણી સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા છે. એવામાં પશ્ચિમ રેલ્વે દ્વારા પણ ભાગીદારી આપવામાં આવી રહી છે. રેલવે દ્વારા 19 જેટલા કોચમાં 304 જેટલા કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરાઈ છે. આ કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફટોપ કૂલિંગ અને વિંડો કૂલર લગાવવામાં આવ્યા છે.

કોરોના સામેના યુદ્ધમાં રેલવે આગળ આવ્યું
મંડળ રેલ પ્રબંધક દીપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે, આ પડકારજનક સમયમાં અને આ મહામારી સામેની લડતમાં રેલવે હંમેશા અગ્રણી રહી છે. દીપક કુમાર ઝાએ માહિતી આપી હતી કે, સ્થાનિક પ્રશાસનની વિનંતી પર ટૂંક સમયમાં આ 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને ઉપલબ્ધ કરાયા છે. તેમાંથી 13 કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને ચાંદલોડિયામાં પ્લેટફોર્મ નંબર 02 પર 06 કોચ મૂકવામાં આવ્યા છે. તથા જ્યારે જરૂરી હોય ત્યારે કોચની સંખ્યા પણ વધારી શકાય છે.

આ કોચમાં તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રત્યેક કોચમાં 8 વોર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં 16 દર્દીઓ રહી શકે છે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. એક વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે. દરેક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. તેના રિફિલિંગ ની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસન કરશે. દરેક વોર્ડમાં લીનન ની સુવિધા (બેડશીટ્સ, પિલો કવર સહિત) અને ત્રણ પ્રકારનાં ડસ્ટબિન (લાલ, પીળો, લીલો) હશે જે વેસ્ટ સેગ્રીગેશન સરળ બનાવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

રેલવે દ્વારા 19 આઈસોલેશન કોચ તૈયાર કરાયા
તેમના મતે કોચની બંને બાજુની બારી મચ્છરદાનીથી ઢંકાયેલી છે અને બાથરૂમમાં જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી છે. દરેક કોચમાં આપાતકાલીન પરિસ્થિતિઓથી બચાવવા માટે બે ફાયર ફાઈટીંગ સાધનો રાખવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આ કોચમાં દાખલ દર્દીઓ માટે દવાઓ અને અન્ય તબીબી ઉપકરણો તથા મેડિકલ ટીમ ઉપલબ્ધ કરવામાં આવશે. કોચમાં ઠંડક જળવાઈ રહે તે માટે રૂફટોપ પર પાટની બોરીઓ મૂકીને સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓ પરેશાન ન થાય તે માટે દરેક વોર્ડમાં એક કુલર લગાવવામાં આવ્યું છે.

આઈસોલેશન કોચમાં ઓક્સિજન સિલિન્ડરની પણ સુવિધા
આઈસોલેશન કોચમાં ઓક્સિજન સિલિન્ડરની પણ સુવિધા

રેલવે અને AMC દ્વારા સંકલનથી દર્દીઓને સેવા અપાશે
સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દિલીપ રાણા (IAS) એ રેલવે અધિકારીઓની ટીમ સાથે આ કોચની નિરીક્ષણ કરી જરૂરી સંસાધનો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કોચનું વધુ સારું સંકલન જાળવવા રેલવે વતી અતુલ ત્રિપાઠી સહાયક વાણિજ્ય પ્રબંધક અને એ.એમ.સી. વતી કિરણ વનાલીયા નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.