તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ બિલનો વિરોધ:હોળી પર થાળી વગાડી ત્રણ કૃષિ કાયદાઓનું દહન કરવા કિસાન સંઘર્ષ મંચનું ગુજરાતભરના ખેડૂતોને આહવાન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિસાન સંઘર્ષ મંચની કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ ટ્વીટ કરેલી તસવીર - Divya Bhaskar
કિસાન સંઘર્ષ મંચની કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ ટ્વીટ કરેલી તસવીર
  • ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમિતિ (સયુંકત કિસાન મોર્ચો)નું 26 માર્ચે ભારત બંધનું એલાન
  • હોળીના દિવસે થાળી વગાડી હોળીમાં ત્રણ કાળા કાયદાઓનું દહન કરવા આહવાન

આગામી 26મી તારીખે હોળીના દિવસે ખેડૂત આગેવાનોએ કૃષિ કાયદાની વિરોધ કરવાનું આહવાન કર્યું છે. કિસાન સંઘર્ષ મંચે આ મામલે એક પત્ર જાહેર કરાયો છે. જેમાં લખ્યું છે, જય કિસાન સાથ જણાવવાનું કે વર્તમાન સમયમાં ગુજરાતમાં ખેડૂતો પોતાના હક્ક અને અધિકારની લડત માટે વિરોધ કરી નથી શકતા. વિરોધ કરવા એકઠા પણ થઈ નથી શકતા.

એકઠા થઇ આવેદનપત્ર, રજૂઆત ધરણાં કે પ્રદર્શન પણ કરી શકતા નથી. જ્યારે જ્યારે ખેડૂતોએ એકઠા થઇ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે સરકારે પોલીસ આગળ કરી ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી બાજુ દિલ્હીમાં ખેડૂતો કૃષિ વિરોધી ત્રણ કાળા કાયદાના વિરોધમાં 4 મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતભાઈઓ દિલ્હી જવા માંગે તો સરકાર દિલ્હી પણ જવા દેવા માંગતી નથી ત્યારે ખેડૂતોએ જાતે જ પોત પોતાની રીતે વિરોધ કરવાનો સમય આવી ગયો છે.

કૃષિ કાયદા સામે ખેડૂતોનો વિરોધ
આ પત્રમાં આગળ લખ્યું છે, 'આવનારી 26 માર્ચના રોજ ભારત બંધનું એલાન ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમિતિ (સયુંકત કિસાન મોર્ચો)એ આપ્યું છે. એમાં આપણી સહભાગિતા દર્શાવીએ.' આ પહેલા 20 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના ખેડૂતો એકઠા થઇ ખેડૂતોનું એક મંચ (કિસાન સંઘર્ષ મંચ - કસમ) બનાવી ગુજરાતભરના ખેડૂતોને આહવાન કર્યું છે કે, હોળીના દિવસે થાળી વગાડી હોળીમાં ત્રણ કાળા કાયદાઓનું દહન કરીએ પોત પોતાના ગામમાંથી જ વિરોધ કરીએ.

ખેડૂતોનું 26મીએ ભારત બંધને સમર્થન
વધુમાં લખાયું છે કે, આ બંને બાબતે 26મીએ ભારત બંધને સમર્થન અને હોળીના દિવસે હોળીમાં ત્રણ કાળા કાયદાનું દહન બાબતે દરેક ખેડૂતને વિનંતી છે કે પોત પોતાની સોશિયલ સાઇટ્સ (ફેસબુક, ઇંસ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સઅપ, સિગ્નલ) પર મુહિમ ચલાવે, વધારેમાં વધારે ખેડૂતો સુધી વાત પહોંચાડે અને વધારેમાં વધારે કૃષિ વિરોધી ત્રણ બીલના વિરોધમાં લોકો જોડાય એવા પ્રયત્ન કરીએ.

કૃષિ સુધારા બીલના વિરોધમાં પંજાબ, હરિયાણાના ખેડૂતો સાથે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોના આંદોલનકારી ખેડૂતો જોડાઈ રહ્યા છે. દિલ્હી બોર્ડર પર છેલ્લા 4 મહિનાથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે અને ત્રણ કૃષિ કાયદાને રદ કરવામાં આવે તેવી તેમની માગણી છે. જેને લઈને તેમની ઘણીવાર સરકાર સાથે વાકચીત થઈ પરંતુ તેનું કોઈ સમાધાન આવી શક્યું નથી.