તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી પોલીસ પકડાઈ:અમદાવાદમાં પોલીસની કેપ પહેરી લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું યુવકને ભારે પડ્યું, પબ્લિકે કાઠલો પકડીને પોલીસ બોલાવી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
બહેરામપુરામાંથી નકલી પોલીસ પ� - Divya Bhaskar
બહેરામપુરામાંથી નકલી પોલીસ પ�
  • બહેરામપુરામાં વાહન ચાલકો પાસે પૈસાની ઉઘરાણી કરતા નકલી પોલીસને લોકોએ ઝડપી પાડ્યો.
  • રીક્ષા ચાલકને નકલી પોલીસ પર શંકા જતા તેણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી.

શહેરના બહેરામપુરા વિસ્તારમાં પોલીસની કેપ પહેરી વાહનો ઉભા રાખી લોકો પાસેથી પૈસા પડાવતા નકલી પોલીસને લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો છે. કાગડાપીઠ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. કાગડાપીઠ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળ્યો હતો કે ગૌતમ નગર ચાર રસ્તા બહેરામપુરા કન્યા શાળા પાસેથી એક વ્યક્તિએ નકલી પોલીસ બાબતે ફોન કર્યો છે અને બધાએ ભેગા મળી આ નકલી પોલીસ બનીને આવેલા શખ્સને પકડી રાખ્યો છે. મેસેજના આધારે કાગડાપીઠ પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે ત્યાં અનેક લોકો મળી આવ્યા હતા.

પૈસા ઉઘરાવતા નકલી પોલીસ પર રીક્ષાચાલકને શંકા ગઈ
સ્થાનિક લોકોના કહેવા મુજબ પોલીસને જાણવા મળ્યું હતું કે, પોલીસનો ડ્રેસ પહેરી વાહનો ઊભા રાખીને પોલીસ હોવાનું જણાવી વિજય મકવાણા નામનો શખ્સ લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો. આ આરોપીએ એક વ્યક્તિની કુરિયરની રીક્ષા ઉભી રખાવીને રીક્ષામાં ભરેલા માલ સામાનના બીલો આ શખ્સે માંગ્યા હતા. રીક્ષાચાલકે વિજય પાસેથી પોલીસનું આઇકાર્ડ માંગ્યું હતું અને તેના લક્ષણો નકલી પોલીસ જેવા હોવાથી કંટ્રોલરૂમમાં લોકોએ ફોન કર્યો હતો અને આ વ્યક્તિને પકડી રાખ્યો હતો. ત્યારે વાદળી કલરની પોલીસના સિમ્બોલ વાળી કેપ પહેરી વિજય મકવાણા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નકલી પોલીસ બનીને પૈસા ઉઘરાવતો વ્યક્તિ
નકલી પોલીસ બનીને પૈસા ઉઘરાવતો વ્યક્તિ

રામોલમાં પણ નકલી PSI પકડાયા હતા
નોંધનીય છે કે એક મહિના પહેલા અમદાવાદના રામોલ પોલીસે પણ નકલી PSIનો રોફ મારતા વ્યક્તિની ધરપકડ કરી હતી. વૈભવી કાર લઈને જતા એક શખ્સને શકના આધારે રોક્યો હતો. જેમાં તપાસ કરતા ડ્રાઇવરે કહ્યું, મારા જમાઈ પીએસઆઇ છે હમણાં આવશે અને એક વ્યક્તિ પીએસઆઇની યુનિફોર્મમાં ત્યાં આવ્યો પણ પોલીસ તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ તો તે નકલી પોલીસ હોવાની વિગત સામે આવી હતી. આ અંગે રામોલ પોલીસે હાલ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

PSI તરીકે ઓળખ આપી ને અસલી પોલીસ પહોંચી
તે વ્યક્તિનું નામ જગતસિંહ બીહોલા હતું.તેણે પોતાની ઓળખ પીએસઆઇ તરીકે આપી હતી.પોલીસ ને શંકા જતા સસરા જમાઈને રામોલ પોલીસ સ્ટેશનમાં લવાયા હતાં.જ્યાં પીઆઈ દવે એ તેમની સઘન પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું કે જગતસિંહ પોતે પીએસઆઇ બનવા માંગતો હતો જે માટે તેણે યુનિફોર્મ સિવડાવ્યો અને નકલી પોલીસનું આઈકાર્ડ પણ બનાવી લીધું હતું.આ વાત બહાર આવતા બન્નેની પોલીસે ધરપકડ કરાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો