તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસણા બાદ વટવામાં લવ જેહાદ:વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, રૂ. 3 લાખ પડાવી ગર્ભપાતની ધમકી આપતો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વટવા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
વટવા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
  • મહિલાની ફરિયાદ બાદ વટવા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરના વાસણા વિસ્તાર બાદ હવે વટવા વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. મહિલા પાસે રૂ. 3 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હતો. જેથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કેફીપીણું પીવડાવી દુષ્કર્મ ગુજાર્યું હતું
વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં શાહીબાબા સોસાયટીમાં રહેતા સરફરાઝખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને એક દિવસ કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી બળાત્કાર કરતો હતો જેનાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા પાસેથી તેણે રૂ. 2.70 લાખ જે પરત આપ્યા ન હતા. મહિલા અન્ય જગ્યાએ રહેવા ગઈ ત્યારે પણ આવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.

લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા
સરફરાઝે મહિલાને હું તારી સાથે લગ્ન કરી લઈશ એમ કહી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ પૈસા પરત માગતા તેણે આપ્યા ન હતા. મહિલાને ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હતો. જેથી મહિલાએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વાસણાની યુવતીને પણ વિધર્મી સહકર્મીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું
શાહઆલમનો 24 વર્ષીય વિધર્મી યુવાન પ્રહલાદનગર ગાર્ડન પાસેની એક કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે તેની સાથે વાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી પણ નોકરી કરતી હતી. બંને એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હોવાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવાને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવક યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જતો હતો. ત્યાર બાદ તેણે યુવતી સાથે લગ્ન કર્યાં ન હતાં. આ અંગે યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વાસણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી શાહઆલમના યુવાનની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો