તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:તમારી દીકરીના લગ્ન મારી સાથે નહીં કરાવો તો પરિવારને મારી નાખીશ, પ્રેમીએ પ્રેમિકાના માતા-પિતાને ધમકી આપી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બાપુનગર પોલીસે પ્રેમીના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો

બાપુનગરમાં 22 વર્ષીય યુવતીએ તેના પ્રેમી સાથે સંબંધ કાપી નાખતા ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીની માતા- પિતાને ધમકી આપી હતી. તમારી દીકરીને મારી સાથે લગ્ન નહીં કરાવો તો આખા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અવારનવાર પ્રેમી ગાળો બોલી હેરાન કરતો હતો. જેથી તંગ આવીને યુવતીની માતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

માતાને પ્રેમસંબંધની જાણ થતાં તોડી દેવડાવ્યા
બાપુનગર વિસ્તારમાં 40 વર્ષીય મહિલા તેના પતિ અને બે દીકરીઓ અને એક દીકરા સાથે રહે છે. તેની 22 વર્ષની દીકરીને બાપુનગર ખાતે રહેતા ગુરદીપસિંહ ઉર્ફે બટ્ટુ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ મહિલાને થતાં તેણે દીકરીના પ્રેમસંબંધ કાપી નખાવ્યો હતો. જો કે, બીજી બાજુ ગુરદીપસિંહ અવાર નવાર તેની પ્રેમિકાની માતા અને પતિને તમારી દીકરી સાથે લગ્ન કરવા છે તેમ કહેતો. જો કે યુવતીના પરિવારે લગ્નની ના પાડી ત્યારે ગંદી ગાળો બોલી તમારી દીકરીને ઉપાડી જવાની ધમકી આપતો હતો અને રસ્તા મળે ત્યારે પ્રેમિકાની માતા અને તેના પતિને પર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

ધમકી આપતા પોલીસ કંટ્રોલને ફોન કર્યો
શુક્રવારે સાંજના સમયે યુવતીના પિતા રીક્ષા લઈને ઘર પાસે આવ્યા ત્યારે ગુરદીપસિંહ તેની એક્ટિવા લઈને યુવતીના પિતાની પાછળ પાછળ આવ્યો અને ગાળો બોલવા લાગ્યા હતા. સાથે જ કહેવા લાગ્યો કે તમે તમારી દીકરીને મારી સાથે બોલતા રોકો છો અને મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. તમે વચ્ચે આવો છો, જેથી પતિએ તારી સાથે મારી દીકરીના લગ્ન કરાવીશ નહી તેમ કહેતા ગુરદીપસિંહ ઉશ્કેરાઈ ગયો અને ધમકી આપવા લાગ્યો હતો કે, જો તમારી દીકરીના લગ્ન મારી સાથે નહીં કરાવો અને બીજા સાથે કરાવશો તો હું તમારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની ગાડી ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. બાદમાં યુવતીની માતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...