તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક ન પહેરવાનું બહાનું:શ્વાસ લેવાની તકલીફ પડે છે કહી વેપારીએ દવાનું લિસ્ટ ધર્યું, સેટેલાઈટ પોલીસે મેડિકલ સ્ટોરે ચેક કરાવતાં એકેય શ્વાસની દવાનું નામ નીકળ્યું, 3 સામે ગુનો નોંધાયો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારમાં જતાં પતિ-પત્ની અને દીકરી પોલીસે રોકતા મહિલાએ અપશબ્દો બોલી વકીલ હોવાનો રોફ જમાવ્યો અને દીકરીએ વીડિયો ઉતાર્યો

શહેરમાં માસ્કને લઈ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે સેટેલાઇટ પોલીસે નેહરૂનગર પાસે કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોવાથી ગાડી રોકી હતી. માસ્ક ન પહેરનાર વેપારીએ પોતાને શ્વાસની તકલીફ હોવાથી માસ્ક ન પહેર્યાનું કહ્યું હતું. પોલીસને દવાનું લિસ્ટ પણ વેપારીએ મોબાઈલ ફોનમાં બતાવ્યું હતું. ચાલાક પોલીસે દવા અંગે મેડિકલ સ્ટોરમાં પૂછતાં દવાના વેપારીએ પોલીસે બતાવેલા લિસ્ટમાં કોઈ શ્વાસની દવા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે વેપારીની પોલ ખુલતા દંડ ભરવાનું કહેતા વેપારીએ ના પાડી હતી. વેપારીની પુત્રીએ વીડિયો બનાવ્યો અને પત્નીએ પણ અપશબ્દો બોલી વકીલ હોવાનો દમ માર્યો હતો. પોલીસે ત્રણે લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

નેહરુનગર પાસે આવેલી ટાગોર પાર્ક પોલીસ ચોકીના એએસસાઈ અમિતભાઇ નારણભાઈએ વાસણાની ચન્દ્રશીલા સોસાયટીમાં રહેતા વિપુલ સુરેન્દ્ર પંડિત, તેની પત્ની વર્ષાબહેન અને પુત્રી મિમાંશા જતાં હતાં. પોલીસ તપાસમાં કારમાં સવાર વિપુલભાઈએ માસ્ક ન પહેર્યું હોવાથી દંડ ભરવા પોલીસે કીધું હતું. વિપુલભાઈએ શ્વાસની તકલીફ બતાવી દવાનું લિસ્ટ પોલીસને બતાવ્યું હતું. દવાની દુકાનવાળાએ લિસ્ટમાં જે દવા છે તે શ્વાસની નથી.

પોલીસ મેમો ભરાવવા કાર્યવાહી કરતા વિપુલભાઈએ દંડ ભરવાનો ઇન્કાર કર્યો હતો. તેમની પત્નીએ હાઈકોર્ટમાં વકીલ હોવાનું કહી પોલીસને દમ માર્યો તેમજ પુત્રીએ પોલીસ કામગીરીનો વીડિયો ઉતાર્યો હતો. સેટેલાઈટ પોલીસે દંપતી અને તેમની પુત્રીની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દંપતીએ પોલીસને સહકાર આપવાની જગ્યાએ અપશબ્દો બોલ્યા તેમજ ધાકધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો