તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:અમદાવાદમાં લગ્ન માટે કાર ભાડે લઈને ગઠિયાએ બારોબર ગીરવે મૂકી દીધી, હકીકત જાણીને વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકે દેવું વધી જતા કાર ગીરવે મૂકી હોવાનું જણાવ્યું.
  • ટ્રાવેલ્સનો ધંધો કરતા વ્યક્તિએ મિત્રની કાર લગ્ન માટે ભાડે આપી હતી.

શહેરના વાસણા વિસ્તારમાં એક ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાપુનગરના ધવલ બારોટ નામના વ્યક્તિએ અન્ય ધવલ બારોટને એક ટ્રાવેલ્સ વેપારી પાસેથી ગાડી ભાડે લેવા મોકલી આ ગાડી ભાડે લીધી હતી. લગ્નમાં જરૂર હોવાનું કહી બે દિવસ આ ગાડી ભાડે લીધી હતી. બાદમાં પરત આપી ન હતી. ત્યારે વેપારીએ ફોન કરી ગાડી પરત માંગતા આ ગઠિયો તેની માતાને લઈને વેપારીની ઓફિસે પહોંચી ગયો હતો અને પોતાને દેવું થઈ જતાં તેણે આ ગાડી ગીરવે મૂકી હોવાનું જણાવતાં વેપારી ચોંકી ગયા હતા.

જોકે અનેક મહિના સુધી આ ગાડી ગઠિયાએ પરત ન આપતા આખરે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ઠગાઈનો ભોગ બનેલા વેપારીની આ કાર પોતાની ન હતી છતાંય આ જાળમાં ફસાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

લગ્ન માટે કાર ભાડે માગી છેતરપિંડીનો બનાવ
સેટેલાઈટ ખાતે રહેતા દિપન ભાઈ વસ્ત્રાપુર ખાતે ટ્રાવેલ્સની ઓફીસ ધરાવી બે વર્ષથી ધંધો કરે છે. તે ચાર ગાડીથી ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને જરૂર પડે ત્યારે મિત્ર વર્તુળની ગાડી મંગાવી ટ્રાવેલ્સ ને લગતો વેપાર ધંધો કરે છે. થોડા દિવસ પહેલા તેઓ તેમની ઓફિસે હાજર હતા. તે વખતે તેમના મિત્ર કરણરાજ ચાવડા તેમની ઓફિસે કાર લઇ આવ્યા હતા. ત્યારે દીપનભાઈને વાસણા ખાતે આવેલા એક ગેરેજ ઉપર કામથી જવાનું હોવાથી તેઓ તેમના મિત્રની આ ગાડી લઈને ગેરેજ ઉપર ગયા હતા. તેઓ ગેરેજ ઉપર ઊભા હતા ત્યારે સાંજના સમયે બાપુનગરના ધવલ બારોટનો ફોન તેમના ઉપર આવ્યો હતો અને આ ધવલ બારોટ નામના વ્યક્તિએ સારી ગાડી લગ્ન માટે ભાડેથી જરૂર હોવાનું જણાવ્યું હતું.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ગઠિયાએ બે દિવસ બાદ પણ ભાડે આપેલી કાર પરત ન આપી
જેથી દિપનભાઇએ જણાવ્યું કે તેમની પાસે કોઈ ગાડી નથી પરંતુ તેમના મિત્રની ગાડી લઈને તેઓ ગેરેજ ખાતે આવ્યા છે એ ગાડીની વ્યવસ્થા તેઓ કરી આપશે. તેમ કહી ધવલ બારોટને વાસણા ખાતેના આ ગેરેજ ઉપર બોલાવ્યા હતા. બાદમાં આ ધવલ બારોટે અન્ય ધવલ બારોટ નામના વ્યક્તિને ત્યાં મોકલી ફોન પર વાત કરાવી હતી. બાદમાં બે દિવસમાં ગાડી પાછી આપી દઈશ તેમ કહી બે દિવસનું 3500 રૂપિયા ભાડું નક્કી કરી ધવલ બારોટ નામનો વ્યક્તિ ગાડી લઈને પરત નીકળી ગયો હતો. બે દિવસ વીત્યા બાદ દીપનભાઈએ ધવલ બારોટ નામના વ્યક્તિને ફોન કરી તેની પાસે ગાડી માંગી હતી.

દેવું વધી જતા ગઠિયાએ કાર ગીરવે મૂકી દીધી
​​​​​​​
ત્યારે તેણે જણાવ્યું કે, તેને દવાખાનાનું કામ આવી જતા તેને ગાડી પરત આપવામાં મોડું થઈ ગયું છે. બાદમાં આ ધવલ બારોટ તેની માતાને લઈને દીપનભાઈની ઓફિસે આવ્યો હતો અને જણાવ્યું કે, તે પૈસે ટકે વ્યાજ ભરવામાં તૂટી ગયો છે અને તેની ઉપર ખૂબ જ દેવું થઈ ગયું છે. જેથી તેણે ગાડી ગીરવે મૂકી દીધી છે. આ જણાવતા જ દીપકભાઈ ના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી અને તેમણે ધવલ બારોટને જણાવ્યું કે, ફોન કરીને પૂછ્યા વગર ગાડી ગીરવે કેવી રીતે મૂકી દીધી?

વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
જેથી ધવલ બારોટે જણાવ્યું કે, બે દિવસમાં તે ગાડી છોડાવીને તેઓને પરત આપી દેશે. ધવલ બારોટે તેના મિત્ર પંકજ બારોટના ત્યાં આ ગાડી ગીરવે મૂકી હોવાનું સામે આવતા આખરે ધવલ બારોટે આજદિન સુધી આ ગાડી પરત જ આપતા છેતરપિંડી કરી હોવાથી વાસણા પોલીસ સ્ટેશનમાં ધવલ રોહિતભાઈ બારોટ અને અન્ય ધવલ બારોટ નામના વ્યક્તિ સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...