દુષ્કર્મી બનેવીની ધરપકડ:અમદાવાદમાં બનેવીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, પીડિતાએ બહેનને આપવીતી કહેતા પોલીસ ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
સરખેજ પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી છે
  • સરખેજ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ આરોપી સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં સંબંધને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. બનેવીએ તેની સગીર વયની સાળી પર દુષ્કર્મ ગુજારતો હતો. 15 દિવસથી અવારનવાર દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ આ વાત તેની બહેનને કહેતા હાલ બનેવી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનેવીએ સગીરાને હવસનો શિકાર બનાવી
અમદાવાદ શહેરના સરખેજ પોલીસ મથકમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બનેવીએ પોતાની સગીર સાળીને હવસનો શિકાર બનાવી છે. છેલ્લા 15 દિવસથી આરોપી સગીરા સાથે દુષ્કર્મ કરતો હતો અને આ અંગે કોઈને ફરિયાદ ન કરવા ધમકી આપતો હતો. જોકે સગીરાએ મોટી બહેનને હકીકતથી વાકેફ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી બનેવીની ધરપકડ કરી છે.

આરોપીએ સાસરીમાં જઈને સાળીને પીંખી નાખી
આરોપીએ સાસરીમાં જઈને સાળીને પીંખી નાખી

પીડિતાની ઉંમર 17.10 વર્ષ
મહત્વનું છે કે, ફરિયાદી અને ભોગ બનનાર કુલ ચાર બહેનો છે. જેમાંથી સૌથી નાની બહેન કે જેની ઉંમર 17 વર્ષ અને 10 મહિના છે. તે સગીરાને તેની મોટી બહેનના પતિએ એકલતાનો લાભ લઈ તેની સાથે પોતાની હવસ સંતોષી હતી. અને આવું અવારનવાર થતાં મામલો પરિવાર સમક્ષ આવ્યો હતો. આખરે બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ભોગ બનનાર અને આરોપીના મેડિકલ પરીક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

સરખેજ પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપી સામે કાર્યવાહી હાથ ધરી
સરખેજ પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપી સામે કાર્યવાહી હાથ ધરી

છૂટક મજૂરી કરતો બનેવી સાસરીમાં આવી દુરાચાર આચર્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી છૂટક મજૂરી કરે છે અને જ્યારે તે પોતાની સાસરીમાં આવ્યો ત્યારે સગીર સાળીની એકલતાનો લાભ લઈ પહેલી વખત બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં 15 દિવસના સમયમાં અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરી છે. જેથી પોલીસે બળાત્કારી બનેવી વિરુદ્ધ પુરાવા એકઠા કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...