તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર પેસેન્જરોથી માંડી એરલાઈનના સ્ટાફની પણ મેડિકલ તપાસ કરવામાં આવે છે.
  • બે દિવસ પહેલાં મુંબઈમાં ટેસ્ટ કરાવ્યો હતો, અમદાવાદ આવતાં પોઝિટિવનો મેસેજ મળ્યો

મુંબઈથી દિલ્હી થઈ અમદાવાદ આવેલો પેસેન્જર ગુરુવારે સવારે ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે જ તેના મોબાઈલ પર તે કોરોના પોઝિટિવનો મેસેજ આવ્યો હતો. મુંબઈ અને દિલ્હી બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા બાદ પણ થર્મલ સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલા પેસેન્જરે સામેથી જ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ મેનેજરને જાણ કરી હતી. જેના પગલે તત્કાલ ત્યાં હાજર હેલ્થ વિભાગના કર્મચારીઓની મદદથી આ પેસેન્જરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગુરુવારે સવારે એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા પેસેન્જરે બે દિવસ પહેલા મુંબઈમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ કરાવ્યા બાદ તેને જરૂરી કામ હોવાથી મુંબઈથી દિલ્હી ગયો હતો અને દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. ત્રણેય શહેરોમાં એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગમાં તેને ટેમ્પરેચર ન હોવાથી પકડાયો ન હતો. અમદાવાદમાં પણ તે થર્મલ સ્ક્રીનિંગ બાદ ટર્મિનલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે જ તેના મોબાઈલમાં મુંબઈ લેબોરેટરીનો મેસેજ આવ્યો હતો જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જણાવાયું હતું. કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં આ પેસેન્જરે તત્કાલ એરપોર્ટ પર જ ટર્મિનલ મેનેજરને જાણ કરી હતી. આ પેસેન્જર પોઝિટિવ હોવાની જાણ થતા ટર્મિનલ મેનેજર એરપોર્ટ પર હાજર હેલ્થ વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી. જેથી ત્યાં આવી પહોંચેલા હેલ્થ વિભાગના કર્મચારીઓએ તત્કાલ 108ની મદદથી આ પેસેન્જરને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

ફ્લાઈટમાં સાથે બેઠેલા અન્ય પેસેન્જરને જાણ કરાશે
એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચ્યા બાદ પેસેન્જર પોઝિટિવ હોવાની જાણ થતાં એર લાઈન્સના અધિકારીઓએ તેની સાથે આજુબાજુની સીટ પર બેઠેલા પેસેન્જરોને જાણ કરવાની કવાયત હાથ ધરી હતી. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે, ફ્લાઈટમાં 50 જેટલા પેસેન્જરો આવ્યા હતા. એર લાઈન્સે તમામ પેસેન્જરોને સુરક્ષાના ભાગરૂપે માસ્ક, ફેશ શિલ્ડની સાથે વચ્ચેની સીટ પર બેસનારને ગાઉન અપાય છે. તેમ છતાં દિલ્હીથી આવેલા કોરોના પોઝિટિવ પેસેન્જરની આજુબાજુની સીટ પર મુસાફરી કરનારા પેસેન્જરોને સાવચેત રહેવા અને જરૂર જણાય તો તત્કાલ ક્વોરન્ટીન થઈ જવા અંગે જાણ કરાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો