પસંદગીનો નંબર મોંઘો પડ્યો:VIP મોબાઈલ નંબર મેળવવાની લાલચમાં વ્યક્તિએ 1.40 કરોડ ગુમાવ્યા, સાયબર ક્રાઈમે આરોપીને ઝડપ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિપ્લોમા કરેલા યુવકે પાસે કોઈ કામ-ધંધો નહતો - Divya Bhaskar
ડિપ્લોમા કરેલા યુવકે પાસે કોઈ કામ-ધંધો નહતો
  • આરોપીએ 1 કરોડ 54 લાખ પડાવ્યા બાદ ફરિયાદીને 11 લાખ પાછા આપ્યા હતા
  • આરોપીના બેંક ખાતામાંથી પોલીસે રૂ. 1 કરોડ 40 લાખ રકમ મળી, બાકી મોજશોખમાં ઉડાડ્યા

VIP નંબરના શોખીન લોકો પોતાનો મોબાઈલ નંબર અને ગાડીનો નંબર લેવા માટે લાખો રૂપિયા ખર્ચતા હોય છે. તેઓ પોતાની ઓળખ જ તેવા VIP નંબરથી બનાવતા હોય છે. જેમાં આવા પસંદગીના નંબરના શોખીન લોકોનો ફાયદો ઉઠાવીને એક આરોપીએ વ્યક્તિ VIP મોબાઈલ નંબરની લાલચ આપીને 1 કરોડ 40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

11 લાખ પાછી આપી ખોટી રકમનું ઈન્વોઈસ આપ્યું
આરોપી છેલ્લા 2 વર્ષથી આ ફરીયાદીને VIP મોબાઈલ નંબરની લાલચ આપીને પ્રોસેસિંગના નામે ટૂકડે-ટૂકડે પૈસા પડાવતો હતો. ફરીયાદીને તેના પર વિશ્વાસ બેસે તે માટે તેને ઇન્વોઇસ આપવાનું કહ્યું હતું. 1 કરોડ 54 લાખ જેટલી રકમ પડાવ્યા બાદ તેને ફરિયાદીને ફરી એક વાર તેને વિશ્વાસ થાય તે માટે 11 લાખ પાછા આપીને બાકીની રકમનું ખોટું ઇન્વોઇસ બનાવી આપ્યું હતું. જોકે તેને અત્યાર સુધી કોઈ એવા નંબરનું સીમકાર્ડ આ ફરીયાદીને આપ્યું ન હતું. તે દર વખતે તેને માત્ર આશ્વાસન જ આપતો હતો. આખરે ફરીયાદીએ આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન

ટેક્નિકલ સર્વેલન્સથી લોકેશન ટ્રેસ કરી આરોપીને ઝડપ્યો
સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીની લોકેશન ટ્રેસ કરીને તેને ઝડપી પાડ્યો હતો. આ ધ્રુવિલ નામનો આરોપી મૂળ નવા વાડજના ભીમજીપુરામાં રહે છે. જેને ડિપ્લોમાનો અભ્યાસ કરેલો છે. જોકે હાલ તે કોઈ કામ-ધંધો કરતો નથી. તેની ધરપકડ દરમિયાન પોલીસ તપાસમાં તેના બેંક એકાઉન્ટમાંથી 1 કરોડ 40 લાખ જેટલી રકમ મળી આવી છે. જોકે બીજી કેટલીક રકમ તેને મોજશોખમાં ખર્ચી નાખી હોવાનું કબુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...