તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગીરાને ભોળવી દુષ્કર્મ:નરોડાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી જુહાપુરાના યુવકે દુષ્કર્મ આચર્યુ, સરખેજ પોલીસને ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરાએ હકીકત જણાવતા માતા-પિતા તેને લઈને સરખેજ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા

નરોડામાં રહેતી સગીરાને જુહાપુરા ખાતે રહેતા યુવકે પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને અવાર નવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે સગીરા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

વારંવાર મળવા બોલાવી દુષ્કર્મ આચરતો
નરોડામાં રહેતી 17 વર્ષીય સગીરાને જુહાપુરાના અંબર ટાવરમાં રહેતા શાહરૂખનાં સંપર્કમાં આવી હતી. ત્યારબાદ શાહરૂખ અવાર નવાર સગીરાને મળીને તેની સાથે મિત્રતા કરી હતી. જો કે બંન્ને વચ્ચે પ્રેમ થતા વાર ન લાગી અને બંન્ને એક બીજાના પ્રેમમાં પડી ગયા હતા. ત્યારબાદ શાહરૂખે સગીરા સાથે લગ્ન કરવાની વાતો કરી તેને ભોળવીને દુષ્કર્મ ગુજાર્યું હતુ. એટલું જ નહીં અવાર નવાર મળવા બોલાવતો અને તેની પર દુષ્કર્મ ગુજારતો હતો.

પ્રેમ સંબંધમાં ઉતારચઢાવ બાદ સંબંધ તૂટ્યા
દિવસો પસાર થતાં સગીરા અને શાહરૂખના પ્રેમ સંબધમાં ઉતાર ચઢાવવા આવવા લાગ્યા અને પ્રેમ સંબધ તુટી ગયો હતો. સગીરા સાથે લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની જાણ તેની માતાને કરી હતી. જેથી સગીરાની માતા-પિતા સગીરાને લઈને સરખેજ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જ્યાં શાહરૂખના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો