અમદાવાદમાં બળાત્કાર:એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને કોલ્ડડ્રિંક્સમાં નશીલો પદાર્થ પીવડાવી ઈન્સ્ટાગ્રામ ફેન્ડે બળાત્કાર ગુજાર્યો, આરોપીની ધરપકડ

અમદાવાદ5 મહિનો પહેલા
  • એન્જિનિયરિંગના સ્ટુડન્ટે યુવતીની નગ્ન તસવીર અને વીડિયો ઉતારી બ્લેકમેલ કરી બળાત્કાર આચરતો

અમદાવાદની એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવાન સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા આગળ વધી અને બંને મળ્યા હતા. જ્યાં યુવકે કોલ્ડડ્રિંક્સમાં કોઈ નશીલું પદાર્થ ભેળવીને યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવતીના નગ્ન તસવીર અને વીડિયો બનાવીને બ્લેકમેલ કરી ફરી બળાત્કાર ગુજરાતો હતો. એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીને બાદમાં યુવક માર મારવા લાગ્યો હતો. આખરે યુવતીએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ પોલીસને કરી હતી. વેજલપુર પોલીસે આ ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે.

યુવતીની યુવક સાથે મિત્રતા થતાં બંને મળ્યા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેજલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી ભણીને એર હોસ્ટેસ બનવા માંગતી હતી અને તેનો અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તેના ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. બંને મિત્રતા વધતા તેઓ મળ્યા હતા.

નશીલો પદાર્થ કોલ્ડડ્રિંક્સમાં ભેળવી બળાત્કાર ગુજાર્યો
આ દરમિયાન યુવકે કોલ્ડડ્રિંક્સમાં કોઈ નશીલો પદાર્થ ભેળવીને યુવતીને પીવડાવી દીધું હતું. ત્યાર બાદ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો અને યુવકે યુવતીના નગ્ન તસવીર અને વીડિયો લઈ લીધા હતા. આ બનાવ બાદ યુવક યુવતીને સતત બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજારતો હતો. પોતાની બદનામીના ડરથી યુવતી બધુ સહન કરતી હતી, એટલેથી યુવક અટક્યો નહીં અને તેને માર મારવા લાગ્યો હતો.

બળાત્કાર અને માર સહન ન થતાં ફરિયાદ કરી
સતત યાતના સહન કરતી યુવતીએ આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપીની સામે બળાત્કારનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...