આખરે ન્યાય મળ્યો:કોલેજના ટ્રસ્ટીઓના ત્રાસથી આપઘાત કરનારા મિત્ર માટે અવાજ ઉઠાવવા પર પોતાની પણ નોકરી ગઈ, સતત 12 વર્ષ સુધી સંઘર્ષ કરીને કેસ જીત્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ કોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ કોર્ટની ફાઈલ તસવીર
  • એચ.કે BBA કોલેજના કર્મચારી દિનેશ પટેલે ભ્રષ્ટાચાર, ગેરરીતિ સામે અવાજ ઉઠાવવાના પ્રયાસ બાદ આપઘાત કરી લીધો
  • આપઘાત પહેલા મિત્ર અશોક વાઘેલાને ફોન પર મેસેજ કરીને ટ્રસ્ટીઓના ત્રાસના કારણે આપઘાત કરતો હોવાનું જણાવ્યું
  • ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ કોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડીને મિત્રને ન્યાય અપાવ્યો

અમદાવાદની એચ.કે કોલેજના વર્ગ-4ના કર્મચારી પોતે, પાર્ટી ઈન પર્સન તરીકે કેસ લડીને પોતાની સાથે પોતાના મિત્રને થયેલ અન્યાય બાબતે જીત મેળવી છે. વર્ષ 2009માં એચ.કે BBA કોલેજના વિદ્યાર્થી અને કર્મચારી દિનેશ પટેલે કોલેજ પ્રશાસનના જવાબદાર ટ્રસ્ટીઓના ત્રાસના કારણે રેલના પાટા પર આપઘાત કર્યો હતો. તે અગાઉ પોતાના મિત્ર અને સહ કર્મચારી અશોક વાઘેલાને ફોન ઉપર મેસેજ કરીને પોતે જવાબદાર ટ્રસ્ટીઓના ત્રાસના કારણે આપઘાત કરે છે, તે જાણ કરી હતી. મિત્ર માટે ન્યાય માગતા અશોક વાઘેલાને પણ કોલેજે નોકરી પરથી કાઢી મૂક્યો હતો. જોકે ટ્રિબ્યુનલ કોર્ટમાં વર્ષો સુધી લડત આપી તેણે પોતાનો હક પાછો મેળવ્યો હતો.

કોલેજ અને ટ્રસ્ટમાં ગેરરીતિ થતી હોવાનું કહી યુવકનો આપઘાત
ઘટનાની વિગતો મુજબ, દિનેશ પટેલે પોતાના મિત્ર અશોક વાઘેલાને કોલેજ અને ટ્રસ્ટમાં ચાલતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, ઉચાપત, ગેરરીતિનો પર્દાફાશ કરવાના હોવાનું જણાવ્યું હતું, પરંતુ અંતે કંટાળીને તેમણે અંતે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી હતી.

મિત્રની વાત લોકો સમક્ષ લાવતા અશોક વાઘેલાની નોકરી છીનવાઈ
આ બાબતે અરજદાર અશોક વાઘેલાએ પોલીસ અને મીડિયા સમક્ષ બનાવની હકીકતો રજૂ કરી હતી. જેને લઇને કોલેજ પ્રશાસન દ્વારા તેમને પણ માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા અને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જેને લઇને તેમને ધરણાં અને વિરોધ પ્રદર્શન પણ યોજ્યા હતા. જોકે અંતે ટ્રિબ્યુનલ કોર્ટ તરફથી અરજદાર અશોક વાઘેલા તરફમાં નિર્ણય આવ્યો છે.

સતત બાર વર્ષ સુધી સંઘર્ષ કર્યો
​​​​​​​
આ માટે અરજદારે અશોક વાઘેલા સતત બાર વર્ષ સંઘર્ષ કર્યો હતો. ટ્રિબ્યુનલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ સિંગલ બેન્ચ, ગુજરાત હાઈ કોર્ટ ડબલ બેન્ચ, અને ફરીથી ટ્રિબ્યુનલ કોર્ટમાં કેસ લડ્યા અને અંતે જીત મેળવી છે. અરજદાર અશોક વાઘેલાએ કેસનો અભ્યાસ કરીને રાત-રાત જાગીને મેટર ડ્રાફ્ટિંગ કરી, ટ્રિબ્યુનલ કોર્ટમાં મેટર સબમિટ કરી અને પોતે હાજર રહેતા.

45 દિવસમાં નોકરી પર રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવા આદેશ
​​​​​​​
ટ્રિબ્યુનલ કોર્ટના ચૂકાદા બાબતે અરજદારે જણાવ્યું કે, 2016નો કોલેજનો મને ટર્મિનેટ કરવાનો આદેશ રદ કરવામાં આવ્યો છે. સાથે જ 45 દિવસમાં ગુજરાત યુનિવર્સિટીએ નોકરી પર રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવા આદેશ કર્યો છે. તથા ગુજરાત યુનિવર્સિટીની દેખરેખમાં તમામ આર્થિક લાભ આપવા કહેવાયું છે.