LIVE રેસ્ક્યુ:અમદાવાદના મણિનગરમાં વરસાદી પાણીના 30 ફૂટ ઊંડા કુવામાં આધેડ પડ્યા, ફાયરબ્રિગેડે લોહીલુહાણ હાલતમાં બહાર કાઢ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદના મણિનગર વિસ્તારમાં દક્ષિણી અંડરપાસ પાસે વરસાદી પાણીના કુવામાં આધેડ પડી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેઓએ આધેડને દોરીથી બાંધીને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રસ્તે જતા આધેડ કૂવામાં પડ્યા
અમદાવાદ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે મણીનગર દક્ષીણી પાસે આવેલા વરસાદી પાણીના કૂવામાં આજે બપોરે 50 વર્ષના રાજુભાઈ નામના મણીનગરના રહેવાસી ત્યાંથી પસાર થતા હતા, ત્યારે કૂવામાં પડ્યા હતા. એવામાં આસપાસના લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી ત્રીસ ફુટના કુવામાંથી તેમને બહાર કાઢ્યા હતા.

ઈજાગ્રસ્ત આધેડને હોસ્પિટલ ખસેડાયા
ત્રીસ ફૂટ ઊંડા કૂવામાં પડી જતા રાજુભાઈને પગમાં ગંભીર હાલતમાં ઈજા પહોંચી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા કૂવામાં દોરી નાખીને તેમને બાંધીને ઉપર લાવવામાં આવ્યા હતા. આ બાદ લોહીલુહાણ હાલતમાં રાજુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...