કુપોષિત​​​​​​​ બાળકો:અમદાવાદ મ્યુનિ.સ્કૂલોનાં કુપોષિત બાળકોને ફ્રૂટ, ચિક્કી, પ્રોટીન પાઉડર અપાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 1.68 લાખ વિદ્યાર્થીની તપાસમાં 715 કુપોષિત જણાયા
  • ઊણપ પ્રમાણે બાળકોને આયુર્વેદિક દવા આપવાનું શરૂ કરાયું

મ્યુનિ. સ્કૂલોના કુપોષિત 715 બાળકને સ્વસ્થ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ અભિયાન શરૂ કર્યું છે. આવાં બાળકોને ફળ, ચિક્કી અને પ્રોટીન પાઉડર આપવાનું શરૂ કરાયું છે.ઉપરાંત બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત ખામી કે રોગોની આયુર્વેદિક દવા પણ અપાશે. હાલ ગંભીર બીમારી હોય તેવા બે બાળકને હોસ્પિટલમાં રિફર કરાયાં છે. શહેરની 459 સ્કૂલના 1.68 લાખ બાળકનાં પ્રાથમિક આરોગ્યની તપાસ કરાઈ હતી, જેમાં સરકારી ગાઇડલાઇન પ્રમાણે 715 બાળકોની ઊંચાઈ અને વજન સમપ્રમાણ ન હતા. બાળકોની વધુ તપાસ હોમિયોપેથિક મેડિકલ એસો. ઓફ ઇન્ડિયાના અમદાવાદ યુનિટના 70 ડોક્ટર દ્વારા કરાઈ હતી. બાળકોને સ્કાઉટ ભવનમાં બોલાવી જરૂરિયાતની તમામ વસ્તુઓ આપવામાં આવે છે. આ અભિયાન 6 મહિના સુધી ચલાવાશે.

દર મહિને બાળકોની તપાસ કરવામાં આવશે
​​​​​​​
કુપોષણનો શિકાર બનેલા બાળકોને પૌષ્ટિક ખોરાકની સાથે દર મહિને 70 ડોક્ટરની ટીમ તપાસ કરે છે. મહિનાના રિપોર્ટ પ્રમાણે તેમના ખોરાક, દવામાં ફેરફાર કરાશે. બાળકો સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી અભિયાન ચાલુ રહેશે. > ડો. સુજોય મહેતા, ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...