સુરક્ષાની તકેદારી:અમદાવાદમાં આતંકી હૂમલાની દહેશતને કારણે મૉલને એલર્ટ કરાયા, હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લઈ તમામ વાહનોના ચેકિંગ કરવા પોલીસને સૂચના

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મૉલમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવા પડશે - Divya Bhaskar
મૉલમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવા પડશે
 • શહેરમાં મૉલમાં વધી રહેલી ભીડ વચ્ચે આતંકી હૂમલાની દહેશતને કારણે પોલીસ કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલા બાદ દેશના મહત્વના સ્થળોએ આતંકવાદી હૂમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અગાઉ આતંકી હૂમલા થઈ ચૂક્યાં છે. ત્યારે દેશમાં ગુજરાત પણ સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક છે. જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આતંકવાદી હૂમલાની શંકાના આધારે શહેરમાં આવેલા મૉલને સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

પોલીસને રસ્તામાં તમામ વાહનોનું ચેકિંગ કરવાની સૂચના ( ફાઈલ ફોટો)
પોલીસને રસ્તામાં તમામ વાહનોનું ચેકિંગ કરવાની સૂચના ( ફાઈલ ફોટો)

પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદ પોલીસ કમિશ્રર દ્વારા શહેરના મૉલની સુરક્ષાને લઈને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્ચો છે કે, ભૂતકાળમાં વિશ્વમાં અનેક દેશોમાં આતંકવાદી હૂમલાઓ થઈ ચૂક્યા છે. જેને ભવિષ્યમાં પણ નકારી શકાય તેમ નથી. જેથી અમદાવાદના મૉલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત પોલીસને પણ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લઈને તમામ વાહનોના ચેકિંગ કરવા માટેની પણ સૂચનાઓ અપાઈ છે.

તહેવારોમાં મૉલમાં ભીડ વધુ ઉમટતી હોવાથી સુરક્ષાની તકેદારી રૂપે સૂચનાઓ અપાઈ ( ફાઈલ ફોટો)
તહેવારોમાં મૉલમાં ભીડ વધુ ઉમટતી હોવાથી સુરક્ષાની તકેદારી રૂપે સૂચનાઓ અપાઈ ( ફાઈલ ફોટો)

પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલી સૂચના

 • મૉલમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવું
 • વાહનની નીચે મિરર દ્વારા ચેકિંગ કરવું
 • મૉલમાં પ્રવેશતા તમામ લોકોનું ચેકિંગ કરવું
 • કોઈ એક્સપલોઝીવ,હથિયારની ચેકિંગ કરવું
 • મેટલ ડિટેક્ટર અને અન્ય ઇક્યુપમેન્ટનો ઉપયોગ કરવો
 • મહિલાના ચેકિંગ માટેની પણ વ્યવસ્થા કરવી
 • મૉલમાં આવતા તમામ લોકોના સામાનનું સ્કેનિગ કરવું
 • મૉલના એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ પર નાઈટ વિઝન સાથેના CCTV કેમેરા રાખવા
 • CCTV મોનિટરિંગ માટે 24/7 કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવો