કાર્યવાહી:સ્ટિંગમાં ઝડપાયેલા ફાયર ઓફિસર સહિત મળતિયા ફાયરમેન સસ્પેન્ડ, ફાયર સર્ટિ માટે 60 હજાર લાંચ માગી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • પણ સસ્પેન્ડ કરાયો

એક ખાનગી સ્કૂલને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવા શહેર ડિવિઝનલ ફાયર ઓફિસર (પ્રોબેશન) મનીષ મોઢે 60 હજાર રૂપિયા નક્કી કર્યા હતાં જેમાંથી 15 હજાર રૂપિયા વહીવટદાર મારફતે અને 10 હજાર રૂપિયા પોતે લાંચ લીધી હતી.

આરોપીની તસવીર
આરોપીની તસવીર

આ બાબતનો અહેવાલ 13 ડિસેમ્બરે દિવ્ય ભાસ્કરમાં છપાયા પછી મનીષ મોઢને બીજો હુકમ આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. મનીષ મોઢ અને એરીક કે. રીબેલો (લીડિંગ ફાયર મેન) મેળાપીપણાથી લાંચ લેતા હતા. મ્યુનિ. એ જીપીએમસી એક્ટ, 1949ની કલમ 48 (1) અન્વયે ફાયર વિભાગના આ બંને ભ્રષ્ટ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

ચાર વર્ષ પહેલા પણ સસ્પેન્ડ થયા હતા
આશરે ચાર વર્ષ અગાઉ મનીષ મોઢ વડોદરામાં નોકરી કરતા હતા ત્યારે ગેરશિસ્ત માટે 6 મહિના સુધી સસ્પેન્ડ રાખવામાં આવ્યા હતા. 26 એપ્રિલ-2021ના દિવસે પણ ફાયરની સ્કોર્પીઓ ગાડીનો અકસ્માત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...