મૂળ અમદાવાદના સુરેશ જૈનના 15 વર્ષના દીક્ષિત અને 11 વર્ષના તીર્થ નામના પુત્રએ આત્મશુદ્ધિ માટે સાંસારિક જીવનનો ત્યાગ કરી દીક્ષા લીધી છે. દીક્ષિત ધો.9 અને તીર્થ ધો.5માં અભ્યાસ કરે છે. દીક્ષા બાદ દીક્ષિતનું નામ હિતચિંતનવિજયજી મહારાજ સાહેબ, જ્યારે તીર્થનું નામ તત્ત્વચિંતનવિજયજી મહારાજ સાહેબ રાખવામાં આવ્યું છે. અગાઉ તેમના પરિવારમાંથી 2 ભાઈ, એક બહેન, કાકા-કાકી અને ફોઈએ પણ દીક્ષા લીધી છે.
120 દિવસ સુધી પરીક્ષા પછી દીક્ષાગ્રહણ કરી છે
દીક્ષા લેનારા બંનેએ કહ્યું, આત્માના શુદ્ધીકરણ માટે દીક્ષા લીધી છે. મોટા મહારાજ સાહેબે દીક્ષા લેતાં પહેલાં 120 દિવસ સુધી દીક્ષા માટે યોગ્ય છીએ કે નહીં એની પરીક્ષા લીધી હતી. અમારા મત મુજબ દીક્ષા લેવી એ ઘેટાં-બકરાંના ટોળાં જેવું નથી, પરંતુ સાધના-આરાધના છે. 9 વર્ષીય મહારાજ સાહેબ અનુસાર, એક વ્યક્તિએ મને પૂછ્યું કે તમે આટલા નાના થઈને દીક્ષા કેવી રીતે લેશો? મેં જવાબ આપ્યો, હું 9 વર્ષનો છું તોપણ દીક્ષા લઉં છું, તમે સમજુ જ છો તો તમે દીક્ષા લો.
મારા બંને પુત્રે આજ સુધી ટીવી જોયું નથી
બંને દીક્ષાર્થીએ આજ સુધી ટીવી કે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કર્યો નહોતો. બંનેને નાની વયથી પુસ્તક વાંચનનો ખૂબ શોખ હોઇ, આટલી વયે બંને મહારાજ સાહેબે 500થી વધુ પુસ્તકોનું વાંચન કરેલું છે. દીક્ષા પૂર્વે રાત્રે 12 વાગ્યા સુધી નિયમિત પુસ્તક વાંચન કરતા. બંને મહારાજ સાહેબની દીક્ષા પાછળ અમારા પરિવારે વિવિધ દાન પણ કર્યા હતા. - સુરેશ જૈન, દીક્ષાર્થીના પિતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.