તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ મહાપર્વની શરૂઆત:મોબાઇલને તમારો માલિક નહીં, નોકર બનાવો; જૈન સમાજના પર્યુષણમાં ગેજેટ્સથી દૂર રહેવાનો ઉપવાસ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમદાવાદ,સુરતમાંથી 1000થી વધારે લોકો ઇ-ફાસ્ટિંગ અભિયાનમાં જોડાયા

‘એક કલાક મોબાઇલ સહિત ગેઝેટ્સથી દૂર રહો’ અને કલાકનો એક રૂપિયો મેળવી દાન કરો. જૈન સમાજમાં હાલમાં 50 કલાકની આ ઇ-ફાસ્ટિંગ ચેલેન્જના આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મોબાઇલને તમારો માલિક નહી પણ નોકર બનાવો અભિયાનમાં ઘણા જૈન યુવાનો જોડાઇ રહ્યા છે. બેંગાલુરુની ધી જૈન ફાઉન્ડેશન સંસ્થાના રમેશ શાહ પ્રેરિત આ અભિયાનનો આશય મોબાઇલના વળગણમાંથી થોડોક સમય કાઢી પરિવાર અને અન્ય પ્રવૃતિઓને પણ આપી શકાય. મોબાઇલ આપણા કામ માટે છે એટલે આપણા કામમાં આવે ત્યાં સુધી દરેક ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ કામના છે પણ તેઓ માણસ પર હાવી થઇ જાય અને તેને પોતાનો નોકર બનાવી દે એ બાબતમાંથી શીખ લઇ વપરાશ પર કાબૂ લાવવા ઇ-ફાસ્ટિંગ અભિયાન ચાલી રહ્યું છે.

જૈન સમાજમાં ઉપવાસનું ઘણું મહત્ત્વ છે. આજના જમાનામાં ઈ-ફાસ્ટિંગની જરૂર છે. ગત 23 જુલાઇથી શરૂ થયેલું અભિયાન પર્યુષણના અંતિમ દિવસ એટસે કે 10મી સપ્ટેમ્બર સુધી ચાલશે. કુલ 50 દિવસનું અભિયાન છે. માહિતી મુજબ, અત્યાર સુધી 3 હજારથી વધારે લોકો અભિયાનમાં જોડાઇ ચુક્યા છે. હાલમાં મેટ્રો શહેરોમાંથી જ અભિયાનમાં લોકરોને જોડવામાં આવી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાથી જ જૈન સમાજના અંદાજે એક હજાર લોકો અભિયાનનો હિસ્સો બન્યા છે.

50 દિવસની ચેલેન્જ, એક કલાકનો એક રૂપિયો
‘જીતો’ના ભદ્રેશભાઇ શાહે જણાવ્યું હતું કે કુલ 50 દિવસની ચેલેન્જ છે. અનુકૂળતાએ લોકો અભિયાનમાં જોડાયેલા છે. ઇ-ફાસ્ટિંગ એટલે ઇલેક્ટ્રેનિક્સ ગેઝેટ્સથી દૂર રહેવું. સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી કોઇ ઇ-ફાસ્ટિંગ કરે તો તેને 12 પોઇન્ટ્સ મળે. જો રાતના 9થી સવારના 9 હોય તો તેમને 9 પોઇન્ટ્સ મળે. અભિયાનમાં જોડાનારે 3 કલાક ઓછામાં ઓછા ઇ-ફાસ્ટિંગ કરવાનું જ હોય છે.

ઇનામની રકમ સીધી દાનમાં અપાશે
ઇ-ફાસ્ટિંગ માટે જે લોકો જોડાયા છે તેઓ 10 સપ્ટેમ્બરે તેમના કેટલા કલાકો થયા એ જણાવી દેશે જેને આધારે તેમને કલાક પર એક રૂપિયો ગણી ઇનામની રકમ નક્કી કરવામાં આવશે. જોકે, આ ઇનામની રકમ તેમને નહીં મળે પણ તેમના નામે સીધી દાન અપાશે.

અન્ય સમાચારો પણ છે...