તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાયજ્ઞનું આયોજન:કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મણિનગર ગાદી સંસ્થાન દ્વારા યજ્ઞ કરાયો - Divya Bhaskar
મણિનગર ગાદી સંસ્થાન દ્વારા યજ્ઞ કરાયો
  • વિશ્વમાંથી કોરોના મહામારીથી મુક્તિ મળે અને સૌને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય તે માટે યજ્ઞનું આયોજન
  • વિશ્વ શાંતિ મહાયજ્ઞના દર્શનનો દેશ-વિદેશના હજારો હરિભક્તોએ ઓનલાઈન લાભ લીધો હતો.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનું તાંડવ જોવા મળી રહ્યું છે. કોરોનાના કારણે અસંખ્ય પરિવારોના માળા વિખેરાઈ ગયા છે. આ કપરાકાળમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા નવનિર્માણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે વિશ્વમાંથી કોરોના મહામારીનું નિવારણ થાય, મૃત્યુ પામેલ આત્માઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણનું વિશેષ સુખ મળે તેમજ કોરોનાગ્રસ્ત લોકો સત્વરે સ્વસ્થ થાય તે માટે હોમાત્મક વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો.

કોરોનાનું સંકટ ખતમ કરવા ભગવાનને પ્રાર્થના
મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અને તેની દેશ-વિદેશની અનેક શાખાઓમાં આજના પવિત્રતમ દિવસે સંતોએ વિશ્વશાંતિ મહાયજ્ઞ કર્યો હતો. અનેક ભક્તોએ પણ યૂ-ટ્યૂબ ચેનલ ઉપર દર્શનનો લાભ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે જણાવ્યું હતું કે, અમને ભારતીય - વૈદિક સંસ્કૃતિ પર પુરેપુરો વિશ્વાસ છે, જ્યારે પણ આવી આફત આવે છે, અમે ધાર્મિક આયોજન કરીએ છીએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, કોરોના વાયરસનુ સંકટ જલ્દી ખતમ થઇ જાય. તે માટે સૌએ પ્રાર્થના તથા ધૂન કરી હતી.

વિશ્વ શાંતિ યજ્ઞ દરમિયાનની તસવીર
વિશ્વ શાંતિ યજ્ઞ દરમિયાનની તસવીર

વાતાવરણ શુદ્ધ બને તે માટે નૈવેધથી યજ્ઞમાં આહુતિ અપાઈ
વિશ્વમાંથી કોરોનાના મહામારીથી મુક્તિ મળે અને સૌને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય તે માટે આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સહ નૈવેધથી ઘીની આહુતિ આપવામાં આવી હતી. જેમાં વેદમંત્રો સાથે જવ, તલ, કપૂર, દશાંગ, ધૂપ, ઘી સાથે વિશિષ્ટ આહુતિ આપવામાં આવી. જેનાથી વાતાવરણ શુદ્ધ બનશે અને ઝડપથી સમગ્ર વિશ્વ આ મહામારીમાંથી રાહત મેળવી શકાય. આ વિશ્વ શાંતિ મહાયજ્ઞના દર્શનનો લ્હાવો દેશ-વિદેશના હજારો હરિભક્તોએ ઓનલાઈન લાભ લીધો હતો.