ભવ્ય ઉજવણી:આઠમના દિવસે ઉમિયા ધામમાં મહાઆરતી, મંદિર દીવડાઓથી જગમગી ઉઠ્યું, ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યાં

સુરત2 દિવસ પહેલા
  • ઉમિયાધામ મંદિરમાં મહિલાઓ માથે ગરબીઓ મૂકીને ગરબે ઘૂમી હતી

હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને સુરતમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે આઠમના દિવસે ઉમિયાધામ મંદિરના મહા આરતી કરવામાં આવી હતી મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારોની ઉજવણી થઈ શકી ન હતી પરંતુ કોરોનાની મહામારી ઓછી થતા ગુજરાતમાં શેરી ગરબાની પરવાનગી આપવામાં આવી હતી. સુરતમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વિવિધ સોસાયટીઓમાં વિવિધ રીતે ગરબા રમી લોકો માતાજીની આરાધના કરી રહ્યા છે

દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું
દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું

ઉમિયા ધામે અદભુત નજારો જોવા મળ્યો
આજે આઠમું નોરતે આઠમના દિવસે સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. મંદિરો જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. તમામ મંદિરોમાં આઠમને લઈને મહા પૂજા, મહા આરતી સહિતના આયોજનો કરાયા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરમાં પણ મહા આરતી કરવામાં આવી હતી. દર વર્ષે અહીં અતિ ભવ્ય મહા આરતી કરવામાં આવે છે. હજારો લોકો અહીં આવે છે અને મહા આરતીનો લાભ લે છે. ત્યારે આ વર્ષે મહા આરતી થઈ હતી પરંતુ કોરોનાની મહામારીને લઈને સાદાઈથી મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન એક સાથે જ મહા આરતી શરૂ થતાં અહીં અદભુત નજારો જોવા મળ્યો હતો. દીવડાઓની રોશનીથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું એક સાથે લોકોએ માતાજીની આરતી ઉતારી હતી. હાલમાં અહીં નવરાત્રી પર્વને લઈને અદભુત લાઇટિંગ પણ કરવામાં આવ્યું હતું જેને લઈને અહીં આહલાદક નજારો જોવા મળ્યો હતો

મહા આરતી શરૂ થતાં અહીં અદભુત નજારો જોવા મળ્યો હતો
મહા આરતી શરૂ થતાં અહીં અદભુત નજારો જોવા મળ્યો હતો

ભક્તોએ મહાઆરતી કરી માતાજીની આરાધના કરી
ઉમિયાધામ મંદિરમાં પરાપરાગત ગરબા પણ થાય છે અહીં મહિલાઓ માથે ગરબીઓ મૂકીને ગરબે ઘૂમે છે હાલમાં સરકારની ગાઈડ લાઈન મુજબ અહીં 400 જ લોકોને ગરબામાં પરવાનગી આપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ મહા આરતીનો લાભ પણ લોકોએ લીધો હતો અને તમામ લોકોએ મહા આરતી કરી માતાજીની આરાધના કરી હતી

અન્ય સમાચારો પણ છે...