અમદાવાદ:UPSCની તૈયારી કરતા યુવકને યુવતીએ બળાત્કારમાં ફસાવવાની ધમકી આપી એક લાખ પડાવી લીધા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેડતીના ગુનામાં ફસાવવાની ધમકી આપી વધુ પૈસાની માગ કરી
  • બોપલ પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રની યુવતી સામે ફરિયાદ

ઓગણજ-વડસર રોડ પર રહેતા અને UPSCની તૈયારી કરતા યુવકને ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવ્યો હતો. બાદમાં બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ટુકડે ટુકડે એક લાખ રૂપિયા પડાવી લીધાં હતાં. બોપલ પોલીસે યુવતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોતે પણ UPSCની તૈયારી કરે છે એમ કહી યુવકનો સંપર્ક કર્યો હતો
મૂળ ઝારખંડના અને હાલમાં ઓગણજ-વડસર રોડ પર આવેલા દેવાંશ હારમોનિયમમાં રહેતા રિતેશઆનંદ ચૌધરી વર્ષ 2016 UPSCની તૈયારી માટે દિલ્લી ખાતે ગયો હતો. જ્યાં રાજેન્દ્રમાર્કેટમાં રહેતો હતો. વર્ષ 2019ના જૂન જુલાઈમાં ટેલિગ્રામ મારફતે મહારાષ્ટ્રની ઉજવલા પ્રકાશ સહારે નામની યુવતીએ રિતેશઆનંદનો સંપર્ક કર્યો હતો. તેમ ક્યાં રહો છો પૂછતાં દિલ્લી રાજેન્દ્ર માર્કેટમાં રહું છું કહ્યું હતું. ઉજવલાએ મારે પણ UPSCની તૈયારી કરવાની છે કહી ભાડે મકાન અપાવવાની વાત કરી હતી. રીતેશઆનંદે ભાડે મકાન અપાવ્યું હતું જેમાં માતા-પુત્રી રહેતા હતા. બાદમાં ક્લાસિસમાં સાથે જતા પ્રેમસંબંધ ઉજવલાએ બાંધ્યો હતો. બાદમાં ઉજવલાએ UPSCનું ભણવાનું છોડી દીધું હતું. પોતાને અને પરિવારને નાણાંકીય ભીડ હોવાનું કહી લાગણીશીલ બની હતી. જો પૈસા નહિ આપે તો બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જેથી રિતેશઆનંદે રૂ. એક લાખ તેને આપ્યા હતા.

અવારનવાર ધમકીઓ આપી પૈસાની માંગણી કરતી હતી
અમદાવાદ પરત આવ્યા બાદ તેણે ઓનલાઇન હિસ્ટ્રી જોતા ઉજવલાએ આવી રીતે મહારાષ્ટ્રમાં અલગ અલગ લોકો સામે બળાત્કાર વગેરેની ફરિયાદ કરેલી છે. અવારનવાર ધમકીઓ આપી પૈસાની માંગણી કરતી હતી. ઘરના પરીવારના સભ્યોને પણ ફોન કરી બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસાની માગ કરતી હતી. રિતેશઆનંદે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...