મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ:બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં હજુ 285 હેક્ટર જમીનનું સંપાદન બાકી; દિલ્હી-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન દોડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન, જેને મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે એમાં હજુ પણ 285 હેક્ટર જમીનનું સંપાદન થવાનું બાકી છે અને આ જમીન મહારાષ્ટ્રમાં છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અંદાજિત 1396 હેક્ટર જમીનનું સંપાદન કરવાની જરૂરિયાત છે, જેની સામે 1089 હેક્ટર જમીનનું સંપાદન થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું કામ અટવાયેલું છે.

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં બુલેટ ટ્રેન હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંગેના પુછાયેલા સવાલના જવાબમાં માહિતી આપી હતી કે દેશમાં હાલ માત્ર મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલનું કાર્ય ચાલી રહ્યું છે, જેને જાપાનના આર્થિક અને ટેકનિકલ સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે. રેલવેમંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ઉપરાંત મંત્રાલય 7 હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે સર્વે અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં કામ સોંપવામાં આવ્યું છે. આ કોરિડોરમાં દિલ્હી-અમદાવાદ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં દિલ્હી-અમદાવાદ કોરિડોરનો સમાવેશ

પ્રોજેક્ટનું નામકિલોમીટર
દિલ્હી-વારાણસી865
દિલ્હી-અમદાવાદ886
મુંબઈ-નાગપુર753
મુંબઈ-હૈદરાબાદ711
ચેન્નઈ-બેંગલુરુ-મૈસૂર435
દિલ્હી-અમૃતસર459
વારાણસી-પટના-હાવરા760
અન્ય સમાચારો પણ છે...