તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જંગ:કાલુપુર રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું ચેકિંગ હાથ ધરાયુ, 150 જેટલા મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરાયો, કાલે રિપોર્ટ આવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોના  કાલુપુર રેલવે સ્ટેશને  RT-PCR ટેસ્ટ કરાયા - Divya Bhaskar
મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોના કાલુપુર રેલવે સ્ટેશને RT-PCR ટેસ્ટ કરાયા
  • મુસાફરોના રિપોર્ટ 24 કલાક બાદ આવશે અને કોઈ પોઝિટિવ આવશે તેને ક્વોરન્ટીન કરાશે
  • બાકીના મુસાફરો મહારાષ્ટ્રથી જ ટેસ્ટ કરાવીને આવ્યા હતાં

મહારાષ્ટ્રથી આવતા લોકો માટે ગુજરાતમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે બહાર પાડેલી કોરોના ગાઈડલાઈન મુજબ રેલવે સ્ટેશન ખાતે મહારાષ્ટ્રથી આવેલા મુસાફરોના કોરોના ટેસ્ટિંગ કરાયા હતા. જેમાં શતાબ્દી એક્સપ્રેસમાં આવેલા 700 જેટલા મુસાફરોનું ચેકિંગ કરાયું હતું. તેમાંથી 150 લોકોના RT-PCR કરાયા હતા.

AMCની મેડિકલ ટીમો દ્વારા ટેસ્ટિંગ
આ ગાઈડલાઈન જાહેર થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ માટે મેડિકલ ટીમોને ગોઠવી દીધી છે. જેમાં રેલવે સ્ટેશન પર આજે મહારાષ્ટ્રથી આવેલી શતાબ્દી એક્સપ્રેસમાં આવેલા 600થી 700 મુસાફરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 150 જેટલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બાકીના મુસાફરો મહારાષ્ટ્રથી જ ટેસ્ટ કરાવીને આવ્યા હતાં. રાજ્ય સરકારની આ ગાઈડલાઈન મુજબ બધા મુસાફરોએ ટેસ્ટ કરાવ્યો છે કે કેમ? એ ચેક કરવા માટે રેલવે વિભાગ અને કોર્પોરેશનના કર્મચારીઓ મળીને ચેકિંગ હાથ ધર્યું હતું. આ તમામ લોકોનો રિપોર્ટ 24 કલાક બાદ આવશે અને જો કોઈનો પોઝિટિવ આવશે તેને ક્વોરન્ટીન કરવામાં આવશે.

મહારાષ્ટ્રથી ગુજરાત આવતા મુસાફરો પાસે 72 કલાક અંદરનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ હોવા જરૂરી છે
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા મુસાફરો પાસે 72 કલાક અંદરનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ હોવા જરૂરી છે

અમદાવાદ સેન્ટ્રલ બસ ટર્મિનલ ખાતે પણ ચેકિંગ
અમદાવાદના સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે પણ કોરોના ટેસ્ટિંગ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે તેઓએ મુસાફરોનું ચેકિંગ પણ હાથ ધર્યું છે. જોકે મોટાભાગના મુસાફરો એસ.ટી નિગમ દ્વારા તૈયાર કરવામાં ચેકપોસ્ટ પર જ ટેસ્ટ કરાવી લે છે.

72 કલાકનો RT-PCR ટેસ્ટ માન્ય છે
દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. જેને પગલે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર જતા લોકો માટે કોરોનાનો RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. જેથી મહારાષ્ટ્રના પડોશી રાજ્યોએ પણ મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. ગુજરાત સરકાર એરપોર્ટ, રેલવે અને એસ. ટી નિગમને આ આદેશનું પાલન થાય તે માટે સૂચના આપી છે. સાથે રાજ્ય સરકારે ગાઈડલાઈન પર જાહેર કરી દીધી છે. જેમાં મહારાષ્ટ્રથી આવનાર તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવશે કે, જેમણે RT-PCR ટેસ્ટ કરાવ્યો છે તે છેલ્લા 72 કલાક સુધીનો હોય તો જ તેને માન્ય રાખવા આવશે. જે મુસાફરે RT-PCR ટેસ્ટ નહીં કરાવ્યો હોય તેને ટેસ્ટ કરાવ્યા બાદ જ શહેરમાં પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવતા મુસાફરો માટે ગાઈડલાઈન બહાર પાડી છે
ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવતા મુસાફરો માટે ગાઈડલાઈન બહાર પાડી છે

એરપોર્ટ માટેની ગાઈડલાઈન
ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો 72 કલાકની અંદર તેનો RT- PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવો જરૂરી છે. એરપોર્ટના અધિકારીઓને રિપોર્ટ બતાવવાનો રહેશે. RT- PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય, તો કમ્પલસરી એરપોર્ટ ઉપર પેસેન્જરે પોતાના ખર્ચે RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર RT- PCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો પેસેન્જર નેગેટિવ હશે, તો તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. આ ઉપરાંત પેસેન્જરના આગમન સમયે તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેને કોરોનાના લક્ષણો દેખાશે. તો તેનો RT- PCR ટેસ્ટ પેસેન્જર ખર્ચે કરવામાં આવશે. જેનો 800 રૂપિયા ચાર્જ લાગશે.

રેલવે વિભાગ માટેની ગાઈડલાઈન
મહારાષ્ટ્રથી આવતા પેસેન્જરે ફરજિયાત 72 કલાકની અંદર આવેલો કોરોનાનો RT- PCR રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જો 72 કલાકની અંદર ટેસ્ટ કરેલો નહીં હોય કે સાથે ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. જ્યારે પોઝિટિવ પેશન્ટને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પેસેન્જરોના આગમન ઉપર તેમના સ્ક્રિનિંગની જવાબદારી ઉપાડવી પડશે. સાથે જ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પાલન કરવાનું રહેશે. આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જરો માટે લાગુ પડશે.

રેલવે, એરપોર્ટ કે બસ સ્ટેન્ડ ખાતે RT- PCR ટેસ્ટનો રૂ. 800 રૂપિયા ચાર્જ સરકારે નક્કી કર્યો છે
રેલવે, એરપોર્ટ કે બસ સ્ટેન્ડ ખાતે RT- PCR ટેસ્ટનો રૂ. 800 રૂપિયા ચાર્જ સરકારે નક્કી કર્યો છે

એસ.ટી વિભાગ માટેની ગાઈડલાઈન
મહારાષ્ટ્રથી ગુજરાતમાં હાઇવે દ્વારા પ્રવેશતા પેસેન્જરોએ પણ 72 કલાકની અંદર કોવિડ- 19નો RT- PCR રિપોર્ટ કરાયેલો હોવો જોઈશે. જો પેસેન્જર પાસે આવો રિપોર્ટ નહીં હોય, તો તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેમને તાવ સહિત કે કોરોનાના લક્ષણ હોય તો તેમને RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. જેનો ખર્ચ પેસેન્જરે ભોગવવાનો રહેશે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે ગુજરાતમાં પ્રવાસ કરી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત આઇસોલેશનમાં જવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો